ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
ઉત્તર મુંબઈ એટલે કે દહિસર, બોરીવલી અને કાંદિવલીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક અનોખી પેડ બેંક શરૂ કરવામાં આવી છે. આ બેન્ક યોજના હેઠળ પ્રત્યેક મહિને ૫૦૦ મહિલાઓને ત્રણ મહિના માટે સેનેટરી પેડ નિશુલ્ક આપવામાં આવે છે. પેડ વિતરણની સાથે મહિલાઓ દ્વારા સ્ત્રીઓ અને કન્યાઓને શરીરની સફાઈ, આત્મ સુરક્ષા અને એક્યુપ્રેશર વિશે પણ માહિતી આપવામાં આવે છે. હાલમાં જ આવો એક કાર્યક્રમ બોરીવલીના માગાઠાણે વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ સંદર્ભે વધુ માહિતી આપતા હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્વેતા ધાણક એ જણાવ્યું કે માત્ર ગામડા જ નહીં પરંતુ શહેરની અંદર પણ સ્ત્રીઓને પેડ સંદર્ભે જાણકારી હોવી જરૂરી છે. આ સાથે જ મહિલાઓને બ્યુટી પાર્લર, શિવણકામ કોમ્પ્યુટર તેમજ ઇંગ્લિશ સ્પીકિંગ ની પણ તાલીમ આપવામાં આવે છે.