કાળા જાદુ માટે મગરનાં બચ્ચાંની તસ્કરી કરતો શખસ થાણેમાંથી રંગે હાથે પકડાયો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧

મંગળવાર

થાણે પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કાળા જાદુના હેતુસર મગરોના બચ્ચાની તસ્કરી કરી રહેલા 28 વર્ષીય વ્યક્તિ પાસેથી મગરનાં સાત બચ્ચાંને જીવિત બચાવી લીધાં છે. થાણેના ઍન્ટી-એક્સ્ટર્શન સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કેતેમને એક વ્યક્તિ વિશે બાતમી મળી હતી જે મગરનાં બચ્ચાંઓની તસ્કરી કરતો હતો. પોલીસે વન વિભાગના અધિકારીઓ સાથે થાણેના રેતી બંદર પાસે છટકું ગોઠવ્યું હતું અને આરોપીને રંગે હાથે પકડ્યો હતો.

આરોપી સકલેન સિરાજુદ્દીન ખાતીબ, મુમ્બ્રાનો રહેવાસી છે. પોતાના નિવેદનમાં ખતીબે કહ્યું છે કે કેટલાંક સ્થળોએ કાળા જાદુમાં બૅબી મગરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમણે મને મગરના બચ્ચાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. આ સાત બાળક મગરની કુલ કિંમત 2,86,000 રૂપિયા છે. પોલીસે આરોપી પાસેથી આ બૅબી મગરનો કબજો લીધો છે.

મુંબઈ પોલીસનો આ વિભાગ બંધ થવાને આરે; હાલ પ્રમુખ વગર ચાલે છે વિભાગ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બચાવવામાં આવેલા આ બૅબી મગરને જંગલમાં લઈ જવામાં આવશે અને મુક્ત કરવામાં આવશે. પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અમને શંકા છે કે તે એક મોટા નેક્સસનો ભાગ છે. કોઈ આ આરોપીને મગર પકડવા અને એની તસ્કરી કરવામાં મદદ કરી રહ્યું છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે."

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More