News Continuous Bureau | Mumbai
મુંબઈના માહિમ-બાંદ્રા રિક્લેમેશન વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ બાદ વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આગની માહિતી મળ્યા જ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ ઉપરાંત પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાને લગતી વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો.. ઉદ્ઘાટનના 24 કલાકમાં જ મહારાષ્ટ્રના આ હાઈવે પર થયો અકસ્માત, બે કાર વચ્ચે થઇ જોરદાર ટક્કર..
મુંબઈના માહિમ-બાંદ્રાના આ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી.. જુઓ વિડીયો#MumbaiNews #Mahim #Bandra #Fire #ViralVideo #FireBrigade #LatestNewsinGujarati #GujaratNews #newscontinuous pic.twitter.com/gLY2ivpqyM
— news continuous (@NewsContinuous) December 13, 2022