News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)માં બોરીવલી(Borivali) ના વઝીરા નાકા (Vazira Naka) વિસ્તારમાં શુક્રવારે ત્રણ માળની ઈમારત(building collapse)નો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં ચારથી પાંચ વાહનો(Vehicle) કાટમાળ નીચે દટાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
#બોરીવલીના #વઝીરાનાકા વિસ્તારમાં 3 માળની #ઈમારતનો એક ભાગ થયો ધરાશાયી, અનેક વાહનો દટાયા.. જુઓ વિડીયો #borivali #vaziranaka #buildingcollapse #newscontinuous pic.twitter.com/zs5CGC26VA
— news continuous (@NewsContinuous) October 28, 2022
અકસ્માતની માહિતી મળતા જ ફાયર અને મુંબઈ પોલીસ(Mumbai Police)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. BMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.
A portion of a three storey building collapsed in Borivali.
4-5 vehicles underneath.
No one injured.#Mumbai @mybmc pic.twitter.com/g3WTjhSxMV
— Vivek Gupta (@imvivekgupta) October 28, 2022
આ સમાચાર પણ વાંચો : Reels ના રવાડે ચઢ્યા યંગસ્ટર્સ- ફેમસ થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને લગાવી દોડ- જુઓ વાયરલ વીડિયો
તાજેતરમાં, મુંબઈ નાગરિક સંસ્થા (BMC) એ બોરીવલીમાં 54 ઈમારતોને 'જોખમી' જાહેર કરી છે. જો કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા તેમાંથી 33 તોડી પાડવામાં આવી હતી. અને અન્ય 13 ઈમારતોના ડિમોલિશન માટે કોર્ટની મંજૂરી જરૂરી છે.