ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
આજના વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે.. આથી જ ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા દાનને શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. વિવિધ શાળા અને કોલેજો પણ વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિવિધ ઓફરો આપતા રહે છે. આજના ડિજિટલ જમાનાને અનુરૂપ થવા માટે મુંબઈની કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની ગવર્મેન્ટ એડેડ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં દસમા ધોરણના ગરીબ વિદ્યાર્થીઓને 32GB ના સ્માર્ટફોન અને આખા વર્ષના ઈન્ટરનેટ સાથેના સીમ કાર્ડ ફ્રી આપ્યા છે. જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે અને ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શકે.
એસવીપી વિવિધ લક્ષી વિદ્યાલયના પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે 'તેઓની શાળામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે મધ્યમ અને ગરીબ વર્ગના છે. જેઓ વિવિધ કારણોસર ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ શકતા ન હતા. આ વાત જ્યારે મેનેજમેન્ટના ધ્યાનમાં આવી ત્યારે આવા વિદ્યાર્થીઓને 32GB ના સ્માર્ટફોન આપવાનું નક્કી કરાયું.. તેમજ બાળકો બીજા વિદ્યાર્થીઓની જેમ જ ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શકે.. આથી એક વર્ષ સુધી ફ્રી ઇન્ટરનેટ સેવા પણ આપવામાં આવી છે.
શાળા મેનેજમેન્ટના આ પગલાથી વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શક્યા છે અને બીજા વિદ્યાર્થીઓની જેમ જ સાથે સાથે અભ્યાસમાં આગળ વધી રહ્યા છે. જેનાથી તેઓ ખૂબ ઉત્સાહિત છે..