Site icon

મુંબઈની આ શાળાએ પોતાના વિદ્યાર્થીઓ ને આપ્યાં મફત સ્માર્ટફોન અને સીમકાર્ડ. ફી માટે વાલીઓ ને ધમકાવનારી પ્રાઈવેટ શાળાઓ માટે આદર્શ રુપ કિસ્સો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

21 સપ્ટેમ્બર 2020 

આજના વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે.. આથી જ ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા દાનને શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. વિવિધ શાળા અને કોલેજો પણ વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિવિધ ઓફરો આપતા રહે છે. આજના ડિજિટલ જમાનાને અનુરૂપ થવા માટે મુંબઈની કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની ગવર્મેન્ટ એડેડ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં દસમા ધોરણના ગરીબ વિદ્યાર્થીઓને 32GB ના સ્માર્ટફોન અને આખા વર્ષના ઈન્ટરનેટ સાથેના સીમ કાર્ડ ફ્રી આપ્યા છે. જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે અને ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શકે. 

એસવીપી વિવિધ લક્ષી વિદ્યાલયના પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે 'તેઓની શાળામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે મધ્યમ અને ગરીબ વર્ગના છે. જેઓ વિવિધ કારણોસર ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ શકતા ન હતા.  આ વાત જ્યારે મેનેજમેન્ટના ધ્યાનમાં આવી ત્યારે આવા વિદ્યાર્થીઓને 32GB ના સ્માર્ટફોન આપવાનું નક્કી કરાયું.. તેમજ બાળકો બીજા વિદ્યાર્થીઓની જેમ જ ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શકે.. આથી એક વર્ષ સુધી ફ્રી ઇન્ટરનેટ સેવા પણ આપવામાં આવી છે. 

શાળા મેનેજમેન્ટના આ પગલાથી વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ક્લાસ માં ભાગ લઇ શક્યા છે અને બીજા વિદ્યાર્થીઓની જેમ જ સાથે સાથે અભ્યાસમાં આગળ વધી રહ્યા છે. જેનાથી તેઓ ખૂબ ઉત્સાહિત છે..

Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Central Railway: મુંબઈનું સીએસએમટી પ્લેટફોર્મ ૧૮ પુનર્વિકાસના કામ માટે ૧ ઑક્ટોબરથી આટલા દિવસ માટે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી
Mumbai Rain: મુંબઈને કાળા વાદળોએ ઘેર્યું, વીજળીના કડાકા સાથે ઉપનગરોમાં વરસાદ શરૂ, જાણો આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Exit mobile version