ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
મુંબઇ સેન્ટ્રલના સિટી સેન્ટર મોલમાં લાગેલી ભયાનક આગ બાદ ફાયર બ્રિગેડે મુંબઇના તમામ 76 મોલનું નિરીક્ષણ કર્યું છે. જેમાં ફાયર સેફ્ટીમાં બેદરકારી અને ભૂલો બદલ 29 મોલને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક ફાયર પ્રોટેક્શન સિસ્ટમ સક્રિય કરવા સૂચના આપવામાં આવી છે.
સિટી સેન્ટર મોલમાં આગને કાબૂમાં લેતા 56 કલાક લાગ્યાં હતા. સ્થાયી સમિતિમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફાયર બ્રિગેડના સાધનો કામ કરતાં ન હતા અને ગેરકાયદેસર બાંધકામોના કારણે ઘણા આગને કાબુમાં લેતાં બહુ સમય લાગ્યો હતો. આગ અંગે બે વખત સ્થાયી સમિતિને સુપરત કરવામાં આવેલા અહેવાલમાં પણ અસંતોષ વ્યક્ત કરાયો હતો. ત્યારબાદ સ્થાયી સમિતિના અધ્યક્ષએ મુંબઈના તમામ મોલ્સમાં ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરીને અહેવાલ રજૂ કરવા સુચના પણ આપી હતી.
નીચે આપેલા મોલને ફાયર વિભાગએ નોટિસ ફટકારી છે..
• સીઆર 2, નરીમાન પોઇન્ટ
• સિટી સેન્ટર, નાગપાડા
• નક્ષત્ર, દાદર
• ડી.બી., જુહુ
• રિલાયન્સ રિટેલ લિ.,સાન્તાક્રુઝ
• મિલાન, સાન્તાક્રુઝ (ડબલ્યુ)
• કેની વર્થ શોપિંગ સેન્ટર, ખાર
• ગ્લોબલ પ્રા. બાંદ્રા
• તીર્થ કેન્દ્ર, કાંદિવલી
• ગોકુલ શોપિંગ સેન્ટર, બોરીવલી
• દેવરાજ મોલ બિલ્ડિંગ, દહિસર
• રિલાયન્સ, બોરીવલી
• સેન્ટર પ્લાઝા, મલાડ
• કે. સ્ટાર, ચેમ્બુર
• ઠાકુર મૂવી અને શોપિંગ સેન્ટર કાંદિવલી
• એનેક્સ મોલ કમ થિયેટર, કાંદિવલી
• ક્યુબિક, ચેમ્બુર
• ધ મોલ, મલાડ
• હાયકો મોલ બિલ્ડિંગ, પવઈ
• સ્વપ્ન, ભાંડુપ
• વિષ્ણુ શિવમ, કાંદિવલી
• સાઇ કૃપા, દહિસર
• ઇસ્ટન પ્લાઝા, મલાડ
• હાઇ લાઇફ પ્રિમીસિસ સાન્તાક્રુઝ
• ઝોન, બોરીવલી,
• ગરુર એન્ડ વેલ ઈન્ડિયા લિમિટેડ કાંદિવલી,
• ગોકુલ શોપિંગ એર્પેડિયા બોરીવલી,
• રિલાયન્સ, બાંદ્રા