367
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
ઉત્તર મુંબઈના મલાડ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ રોડ પર રસ્તાની વચ્ચોવચ રીપેરીંગ માટે ના મટિરિયલનો એક હંગામી સ્ટોર રૂમ બનાવી દેવામાં આવ્યો છે. વાત એમ છે કે અહીં સરકારી રીપેરીંગ કામ ચાલુ છે પરંતુ કોન્ટ્રાક્ટરને સામાન વારંવાર લાવવો ન પડે એટલે અત્યંત વ્યસ્ત રહેતા એવા આ રસ્તાના કિનારા પર ૫૦થી વધુ સિમેન્ટ અને રેતી ની ગુણીઓ ખડકી દીધી અને ત્યારબાદ તેની ચારે તરફ મુંબઇ ટ્રાફિક પોલીસના બેરીકેડ રાખી દીધા.
છેલ્લા બે અઠવાડિયાથી આ સમસ્યા જેમની તેમ છે પરંતુ મહાનગરપાલિકાનું આ સંદર્ભે કોઈ ધ્યાન ગયું નથી. ઉલ્લેખનીય છે કે એસવી રોડ મુંબઈ શહેરના વ્યસ્ત રોડ માનો એક છે અને મલાડમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે. પરંતુ સરકારના જમાઈ એવા કોન્ટ્રાક્ટરો સરકારને ઘોળીને પી ગયા છે.
You Might Be Interested In