203
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
કાંદિવલી પશ્ચિમ માં એક મહિલાએ મુંબઈ મહાનગરપાલિકાની મહિલા માર્શલને ધોઈ નાખી. વાત એમ છે કે આ મહિલા રિક્ષામાં ટ્રાવેલ કરી રહી હતી અને તે સમયે સિગ્નલ પર મુંબઈ મહાનગરપાલિકાની મહિલા માર્શલે તેને વગર માસ્ક પહેરે જોઈ લીધી. ત્યારબાદ તેને 200 રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો. પરંતુ દંડની રકમ આપવાની વાત તો દૂર તે મહિલાએ પાલિકાના કર્મચારીઓ પર સીધો હુમલો કરી દીધો. ત્યારબાદ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેની ઉપર પગલા લેવામાં આવ્યા હતા
કાંદિવલીમાં એક મહિલાએ બીએમસી ની માર્શલને ધીબેડી નાખી. કેમ? માસ્ક નહોતું પહેર્યું અને દંડિત કરી એટલે…. જુઓ વિડિયો…#Mumbai #coronavirus #Covid19 #BMC #facemask pic.twitter.com/xGhLifDS7F
— news continuous (@NewsContinuous) March 20, 2021
You Might Be Interested In