News Continuous Bureau | Mumbai
પંજાબ(Punjab)માં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી(AAP) જોરદાર સક્રિય થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC Election)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPની મુંબઈ વિંગ પણ મુંબઈ(Mumbai)ના જુદા જુદા મુદ્દાઓને લઈને સક્રિય થઈ ગઈ છે. તાજેતરમાં બોલિવૂડ સ્ટાર્સ(Bollywood) રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નને AAPએ ચૂંટણી મુદ્દા સાથે જોડી દીધું હતું.
AAPનું એક ટ્વિટ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. AAPની મુંબઈ વિંગ દ્વારા રણબીર-આલિયાના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે. જોકે, વાસ્તવમાં પાર્ટીનું આ ટ્વીટ કોઈ અન્ય હેતુ માટે હતું.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નના ન્યુઝને લઈને ચાહકોએ એક એક ખબર જાણવા રીતસરના તૂટી પડયા હતા. તેનો ફાયદો લઈને AAPની મુંબઈ વિંગે રણબીર અને આલિયાના તસવીર સાથેનું એક ટ્વિટ કર્યું હતું. ટ્વીટમાં પાર્ટીના ઈન્સ્ટાગ્રામ પર એક લિંક આપતા લખ્યું હતું- 'વેડિંગ ગેસ્ટ લિસ્ટ(wedding guest list)માં કોણ સામેલ થયું તે જોવા માટે આ લિંક પર ક્લિક કરો'. ઇન્સ્ટાગ્રામ(Instagram) ની લિંક ખોલવા પર લખવામાં આવ્યું છે – 'ગેસ્ટ લિસ્ટ લીક થયું..' ચેક કરવા માટે ફોટો સ્વાઇપ કરો.
આ સમાચાર પણ વાંચો : આ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે પછી પંજાબના? મુખ્યમંત્રી માનને બાજુ પર રાખીને જાતે આ કામ કરી લીધું, હવે વિપક્ષના નિશાના પર.
અને ફોટો સ્વાઈપ કરવા પર રણબીર-આલિયા(Ranbir Kapoor- Alia Bhatt marriage)ના લગ્નના ગેસ્ટ લિસ્ટની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોટો જોવા મળે છે. વાસ્તવમાં, AAPએ સીએમ ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવવા માટે આ અનોખી પદ્ધતિ અપનાવી હતી.
ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા આમ આદમી પાર્ટી(AAP)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે 1500 કરોડ ખર્ચ્યા પછી પણ BMC મીઠી નદીની સફાઈથી દૂર છે.