News Continuous Bureau | Mumbai
આરે કોલોની(Aarey Colony)માં મુંબઈ મેટ્રો-3ના કારશેડ(Mumbai metro-3 carshed)નું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી આજથી ત્રણ દિવસ માટે આરે કોલોનીનો રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.
મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) આજથી ત્રણ દિવસ માટે આરે કોલોની રોડ ટ્રાફિક માટે બંધ કર્યો હોઈ પર્યાયી રસ્તો વાપરવાની અપીલ મુંબઈગરા(Mumbaikars)ને કરી છે, તેને લગતી ટ્વિટ પણ સોશિયલ મીડિયા પર કરીને લોકોને જાણ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસે કરેલી ટ્વીટ મુજબ આરે કોલોનીનો રોડ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, અહી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(MMRDA) અને મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા કામ કરવામાં આવવાનું છે. તેથી વાહનચાલકોએ પવઈ અને મરોલ જવા માટે પર્યાયી રસ્તો જોગેશ્ર્વરી વિક્રોલી લિંક રોડનો ઉપયોગ કરવો.
આ સમાચાર પણ વાંચો : સબસે સસ્તા- મુંબઈમાં BESTની બસમાં હવે માત્ર આટલા રૂપિયા પ્રવાસ કરવા મળશે- જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ(BJP) અને શિંદેની સરકારે આરે કોલોની મેટ્રો કારશેડના કામને ફરી મંજૂરી આપી દીધી છે. તેથી છેલ્લા અનેક દિવસથી મેટ્રો કાર શેડના બાંધકામના વિરોધમાં આરે કોલોનીમાં આંદોલન(Protest) ચાલી રહ્યું છે. તેથી મુંબઈ પોલીસે અહીં બંદોબસ્ત પણ વધારી દીધો છે. વિરોધ કરનારાઓને નોટિસ(Notice) પણ મોકલવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.