News Continuous Bureau | Mumbai
Abhishek Ghosalkar : ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપી મૌરીસભાઈએ ( Mauris Noronha ) ફેસબુક પર લાઈવ કરતાં ઘોસાલકર પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં તેને ચાર ગોળી વાગી હતી. જે બાદ આરોપી મોરિસભાઈએ ( Mauris bhai ) પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી દહિસર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, હુમલામાં વપરાયેલી બંદૂક મોરિસના બોડીગાર્ડની ( bodyguard ) હતી. પોલીસ હાલ બોડીગાર્ડની આ અંગે તપાસ કરી રહી છે. આ દરમિયાન બોડીગાર્ડની પત્નીએ એક મોટો ખુલાસો કર્યો છે.
મોરિસના બોડીગાર્ડે 2002માં પિસ્તોલનું લાઇસન્સ ( Gun license ) મેળવ્યું હતું. તે આ પિસ્તોલ ઉત્તર પ્રદેશમાંથી લાવ્યો હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. આ જ પિસ્તોલનો ઉપયોગ મોરિસે ઘોસાલકરને મારવા ( Murder Plan ) માટે કર્યો હતો. મિડીયા સાથે વાત કરતા બોડીગાર્ડની પત્નીએ કહ્યું હતું કે, ઘટના સમયે મારા પતિને મોરિસે તેના પીએ સાથે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. કારણ કે પીએની માતા હોસ્પિટલમાં દાખલ હતી. તેથી બંને ત્યાં ગયા હતા. સવારે 3 વાગ્યે અમને પોલીસ પાસેથી ઘટનાની માહિતી મળી ત્યારે અમે ચોંકી ગયા હતા. બોડીગાર્ડની પત્નીએ વધુમાં કહ્યું કે, હું પોતે જ મારા પતિને પોલીસ પાસે લઈ ગઈ હતી. પરંતુ હવે મને મારા પતિને મળવાની પણ મંજૂરી નથી મળી રહી.
મોરિસ ભાઈના મગજમાં પહેલેથી જ બધુ નક્કી હતું…
બોડીગાર્ડની પત્નીના કહેવા પ્રમાણે, મોરિસ ભાઈના મગજમાં પહેલેથી જ બધુ નક્કી હતું. મોરિસની પત્નીએ પોલીસ નિવેદનમાં આ જણાવ્યું હતું. મોરિસ ભાઈએ હત્યાના પ્લાનને અંજામ આપવા માટે જ માત્ર પિસ્તોલના લાઇસન્સ ધરાવતા બોડીગાર્ડને જ રાખ્યા હતા. મોરિસે જ્યારે મારા પતિને નોકરી આપી, ત્યારે તેણે શરત રાખી હતી કે બંદૂક હંમેશા ઓફિસના ડ્રોઅરમાં જ રાખવી પડશે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra: 88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ બદલ્યું પોતાનું નામ, જાણો ઇન્ડસ્ટ્રીના ‘હી-મેન’ ના નવા ઓનસ્ક્રીન નામ વિશે
એક અહેવાલ મુજબ, મોરિસભાઈએ બોડીગાર્ડને જણાવ્યું હતું કે ઓફિસમાં ડ્રોઅરમાં જ બંદૂક રહેશે અને તેની ચાવી તમે તમારી પાસે જ રાખજો. પણ બોડીગાર્ડને ખબર ન હતી કે, મોરીસ ભાઈ પાસે તેની બીજી ચાવી પણ હતી. જેથી આ બંદૂકની મદદથી તેણે ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોસાલકર પર ગોળીબાર કર્યો હતો.
દરમિયાન બોડીગાર્ડની પત્નીએ કહ્યું હતું કે, તેના પતિને તેની સાથે કોઈ લેવાદેવા નથી અને મોરિસ દ્વારા માત્ર મારા પતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું બોડીગાર્ડને ખરેખર આ ષડયંત્રની જાણ હતી? શું તે આ ષડયંત્રમાં સામેલ હતો? પોલીસે આ અંગે હાલ તપાસ હાથ ધરી છે.