News Continuous Bureau | Mumbai
Abhishek Ghosalkar Murder: ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની હત્યાએ સર્વત્ર હલચલ મચાવી દીધી છે. ગુરુવારે દહિસરમાં અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ આરોપી મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં પોલીસે મોરિસના બોડીગાર્ડની ( bodyguard ) પણ ધરપકડ કરી હતી. જેમાં બોડીગાર્ડના વકીલે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં FIR રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કરશે.
આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ( Crime Branch ) રવિવારે આરોપી બોડીગાર્ડના ઘરમાં તપાસ કરી હતી, પરંતુ કોઈ પુરાવા મળ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે નોરોન્હાના કેટલાક પરિચિતોને પણ બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બોડીગાર્ડે થોડા મહિના પહેલા જ મોરિસ સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. તેમ જ હત્યા પ્રકરણમાં ( murder case ) બોડીગાર્ડની જ પિસ્તોલ ઉપયોગમાં લેવામાં આવવાથી. તેના આધારે પોલીસે બોડીગાર્ડની ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ કંગના ને મળી અંકિતા લોખંડે, જણાવ્યું કેવી છે બંને વચ્ચે મિત્રતા
રાજકીય પ્રચાર અને મામલાની સંવેદનશીલતાને લીધે, પોલીસે આ અપ્રસ્તુત કલમ 302 લાગુ કરી છેઃ બોડીગાર્ડનો વકીલ..
આ મામલામાં બોડીગાર્ડના વકીલે જણાવ્યું હતું કે, “FIR અને રિમાન્ડની અરજીની ચકાસણી કરવા પર, બોડીગાર્ડ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) નું કોઈ તત્વ નથી. રાજકીય પ્રચાર અને મામલાની સંવેદનશીલતાને લીધે, પોલીસે આ અપ્રસ્તુત કલમ 302 લાગુ કરી છે. આર્મ્સ એક્ટની જોગવાઈઓ સિવાય, અન્ય કોઈ ગુનો મારા અસીલ પર કરી શકાય નહીં. ઘટનાના વીડિયો ફૂટેજમાં સમગ્ર મામલો પહેલેથી જ સ્પષ્ટ થયેલ છે. તેમ છતાં પોલીસ જાણી જોઈને તેને બલિનો બકરો બનાવી રહી છે, એમ વકીલે વધુમાં કહ્યું હતું.
નોંધનીય છે કે, શનિવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે બોડીગાર્ડને 13 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.