ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં હોસ્પિટલોમાં જેટલા ખાટલા ઉપલબ્ધ છે તેમાંથી ૪૦ ટકા ખાટલા ઓ મુંબઈની બહારના દર્દીઓએ રોકી રાખેલા છે. આ ચોંકાવનારી વિગત તાજેતરમાં બહાર આવી છે. વાત એમ છે કે મુંબઈની આસપાસના વિસ્તાર એટલે કે થાણે અને પાલઘર નહીં પરંતુ સાંગલી, સતારા, ધુણે, જળગાંવ, નાશિક જેવા વિસ્તારમાંથી પણ દર્દીઓ પોતાના ઈલાજ માટે મુંબઈ આવી રહ્યા છે.
આ વિસ્તારમાં સારી વૈદકીય સુવિધા ન હોવાને કારણે તબિયત ખરાબ થતાની સાથે જ આ દર્દીઓ પોતાના પરિવાર સાથે મુંબઈ ભણી દોટ મૂકે છે. એકવાર તેઓ મુંબઇ આવી જાય અને હોસ્પિટલ સુધી પહોંચી જાય ત્યારબાદ દર્દીની ખરાબ અવસ્થા જોઈને તે દર્દીને પાછો મોકલવો યોગ્ય રહેતો નથી. આને કારણે હોસ્પિટલ નો બેડ ભરાઈ જાય છે.
રેલવેએ શરૂ કરી વિશેષ મોહિમ, ટ્રેનમાં કુલ સફર કરનાર માંથી 50 ટકા લોકો પાસે નકલી આઈડી કાર્ડ છે.
નામ ન આપવાની શરતે મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ કબૂલ્યું હતું કે મહાનગરપાલિકાના ૪૦ ટકા જેટલા ખાતાઓ આવા દર્દીઓ દ્વારા ભરેલા છે. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ સ્તરે વૈદકીય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
