Mumbai Student Fraud Abroad Education| વિદેશમાં ભણવા જવાનું સપનું રોળાયું મુંબઈમાં વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર ટોળકીની સભ્ય ઝડપાઈ

Mumbai Student Fraud Abroad Education| કાંદિવલીની કન્સલ્ટન્સી ફર્મ ખોલી આચરી છેતરપિંડી ડોક્ટરની પુત્રીના એડમિશનના નામે 20 લાખ પડાવ્યા, પાંચ મહિનાથી ફરાર મહિલા આરોપીને પોલીસે જેલભેગી કરી.

by Janvi Soni
Mumbai Student Fraud Abroad Education| વિદેશમાં ભણવા જવાનું સપનું રોળાયું મુંબઈમાં વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર ટોળકીની સભ્ય ઝડપાઈ

 

News Continuous Bureau | Mumbai

Mumbai Student Fraud Abroad Education| મુંબઈમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના વિશ્વાસ સાથે રમત રમી લાખો રૂપિયા પડાવતી એક શાતિર ટોળકીનો ચારકોપ પોલીસે પર્દાફાશ કર્યો છે. કાંદિવલીમાં ઓફિસ ખોલીને અનેક લોકોને શિકાર બનાવ્યા બાદ ફરાર થઈ ગયેલી ટોળકીની એક મહિલા સભ્યની પાંચ મહિનાની જહેમત બાદ ધરપકડ કરવામાં આવી છે.

નેધરલેન્ડની યુનિવર્સિટીમાં એડમિશનના નામે ખેલ ખેલાયો

આ છેતરપિંડીનો ભોગ કાંદિવલીના એક ડોક્ટર પરિવાર બન્યો હતો. તેમણે પોતાની પુત્રી અને તેની બહેનપણીને નેધરલેન્ડમાં ભણાવવા માટે ઓનલાઈન સર્ચ કરીને એક કન્સલ્ટન્સી ફર્મનો સંપર્ક કર્યો હતો. ઓફિસના સંચાલકોએ એડમિશન અને લોન અપાવવાની ખાતરી આપી ડોક્ટરને વિશ્વાસમાં લીધા હતા. ડોક્ટરે એજ્યુકેશન લોન મેળવ્યા બાદ કુલ 20.34 લાખ આ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

યુનિવર્સિટીમાંથી ફોન આવતા ભાંડો ફૂટ્યો

છેતરપિંડીનો ખુલાસો ત્યારે થયો જ્યારે નેધરલેન્ડની યુનિવર્સિટીમાંથી સીધો ફોન આવ્યો કે હજુ સુધી કોઈ ફી જમા થઈ નથી. ગભરાયેલો પરિવાર જ્યારે પૂછપરછ કરવા કાંદિવલીની ઓફિસે પહોંચ્યો ત્યારે આરોપીઓએ બહાના બતાવ્યા અને રાતોરાત ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા હતા. ચારકોપ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી વિરુદ્ધ મુંબઈ અને ઠાણેમાં અનેક ગુના નોંધાયેલા છે.

પાંચ મહિના બાદ મહિલા આરોપી ઝડપાઈ, અન્યની શોધખોળ

પોલીસે પાંચ મહિનાના સર્વેલન્સ બાદ ટોળકીની એક મહિલા સભ્યને ઝડપી પાડી છે. પોલીસને શંકા છે કે આ છેતરપિંડીનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે અને અનેક વિદ્યાર્થીઓ આ ટોળકીનો શિકાર બન્યા છે. હાલમાં મુખ્ય સૂત્રધારોની શોધખોળ ચાલી રહી છે. પોલીસે વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ કન્સલ્ટન્સી ફર્મને મોટી રકમ ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતાની ખાતરી ચોક્કસ કરી લેવી.

👉 આ સમાચાર વાચો:
Mumbai Airport Drug Seizure DRI| મુંબઈ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી 7 કરોડના કોકેઈન સાથે દક્ષિણ આફ્રિકન નાગરિક અને મુંબઈનો શખ્સ ઝડપાયા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More