News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikars)ઓ હવે ધીમે ધીમે એસી લોકલ (AC local Train) તરફ વળી રહ્યા છે. લોકલ ટ્રેનની જેમ હવે એસી લોકલ ટ્રેનમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એસી લોકલ ટ્રેનમાં સવાર અને સાંજના પીકઅવર્સ દરમિયાન ભારે ભીડ(Rush) જોવા મળી રહી છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં એસી લોકલ મુસાફરોની સંખ્યા એક કરોડ સુધી પહોંચી ગઈ છે.
એર-કન્ડિશન્ડ (AC) લોકલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે, રેલવે મંત્રાલયે મે 2022 થી દૈનિક ટિકિટ ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. તેથી એસી લોકલમાં મુસાફરોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. વધુમાં, મધ્ય રેલવેએ સપ્ટેમ્બર 2022 થી વધારાના ભાડાની ચુકવણી પર પ્રથમ વર્ગના ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સીઝન ટિકિટ ધારકોને એર-કન્ડિશન્ડ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત એસી લોકલની ટ્રીપ પણ વધારી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ચિંતા વધી! મુંબઈ એરપોર્ટ પર એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોના પોઝિટિવ જણાયા, બે દર્દીઓ તો BQ.1.1થી સંક્રમિત..
મહિનો – મુસાફરોની સંખ્યા
એપ્રિલ 2022 – 5 લાખ 92 હજાર 836
મે 2022 – 8 લાખ 36 હજાર 500
જૂન 2022 – 11 લાખ 3 હજાર 969
જુલાઈ 2022 – 10 લાખ 79 હજાર 50
ઓગસ્ટ 2022 – 12 લાખ 37 હજાર 579
સપ્ટેમ્બર 2022 – 13 લાખ 82 હજાર 806
ઓક્ટોબર 2022 – 12 લાખ 74 હજાર 409
નવેમ્બર 2022 – 12 લાખ 53 હજાર 896
ડિસેમ્બર 2022 – 12 લાખ 39 હજાર 419