Site icon News Continuous Bureau | Mumbai

Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ

Western Railway Encroachment Drive। જેસીબી (JCB) મશીનો સાથે પશ્ચિમ રેલ્વેની ટીમે બોલાવ્યો સપાટો; ટ્રેકની સુરક્ષા માટે ૧,૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાવી

Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ

Western Railway Encroachment Drive। હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે એક્શનમાં મલાડગોરેગાંવ વચ્ચે રેલ્વે ટ્રેક આસપાસના દબાણો સાફ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Western Railway Encroachment Drive। મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનના પશ્ચિમ રેલ્વે કોરિડોર પરથી ગેરકાયદે દબાણો હટાવવા માટે રેલ્વે પ્રશાસને એક બહુ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. બોમ્બે હાઈકોર્ટના કડક આદેશો બાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા ગોરેગાંવ ઈસ્ટ અને મલાડ ઈસ્ટની વચ્ચે આવેલા રેલ્વે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં વ્યાપક દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત રેલ્વેની આશરે ૧,૫૦૦ ચોરસ મીટર જેટલી જમીન પર થયેલા અતિક્રમણને તોડી પાડીને જમીન ફરીથી રેલ્વે હસ્તક લેવામાં આવી રહી છે.

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મુંબઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, વ્યસ્ત સબર્બન રેલ્વે કોરિડોરની સુરક્ષા અને ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ ને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી. કોઈપણ પ્રકારના સ્થાનિક વિરોધ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પહોંચी વળવા માટે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક મુંબઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. રેલ્વેની ટીમોએ જેસીબી (JCB) અને ભારે મશીનરી સાથે ઘટનાસ્થળે પહોંચીને તોડફોડની પ્રક્રિયા શરૂ કરી હતી.

૫૦ થી વધુ ગેરકાયદે બાંધકામો રેલ્વેના નિશાના પર; ૨૬ પાકા કમર્શિયલ અને રહેણાંક માળખા જમીનદોસ્ત

આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત રેલ્વે તંત્રએ ટ્રેકની આજુબાજુ ગેરકાયદેસર રીતે વર્ષોથી ઊભા કરાયેલા ૫૦ થી વધુ પાકા અને કાચા કમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં વેસ્ટર્ન રેલ્વેની ટીમે સપાટો બોલાવીને ૨૬ મોટા કાયમી સ્ટ્રક્ચર્સને સંપૂર્ણપણે તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધા છે. જેમ જેમ આ ઝુંબેશ આગળ વધી રહી છે, તેમ તેમ બાકીના ગેરકાયદે શેડ અને ઝૂંપડાઓ હટાવવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે.

રેલ્વે લાઇન વિસ્તરણ અને સિગ્નલિંગ સિસ્ટમમાં થશે સુધારો

પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ સરકારી જમીન મુક્ત થવાથી રેલ્વેના પાટાના વિસ્તરણ, સિગ્નલિંગ પ્રણાલીમાં સુધારો અને મુસાફરોની સુરક્ષા સંબંધિત બાકી પડેલા પ્રોજેક્ટ્સને હવે ઝડપથી પૂરા કરી શકાશે. હાઈકોર્ટના આદેશનું પાલન કરીને રેલ્વે ટ્રેકની આસપાસના તમામ દબાણોને સંપૂર્ણપણે સાફ ન કરાય ત્યાં સુધી આ તોડફોડની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને ભવિષ્યમાં ફરીથી અતિક્રમણ ન થાય તે માટે તારની વાડ (ફેન્સિંગ) કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version