Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ

Mumbai Police Orchestra Bar Raid। અંધેરી અને મલાડમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના દરોડા; ઈમરજન્સી એક્ઝિટ ન હોવા અને ગેરકાયદેસર દારૂ પીરસવા બદલ મેનેજરો વિરૂદ્ધ FIR

Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ

Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસની ઓર્કેસ્ટ્રા બાર પર મોટી કાર્યવાહી લાયસન્સના નિયમોનો ભંગ કરનારા બે બાર સામે ગુનો દાખલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Police Orchestra Bar Raid। મુંબઈ પોલીસ કમિશનરેટ દ્વારા શહેરના ઓર્કેસ્ટ્રા બાર અને રેસ્ટોરન્ટ્સમાં થતા નિયમોના ઉલ્લંઘન વિરૂદ્ધ એક વિશેષ અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ મોહિત અંતર્ગત પોલીસે અંધેરી અને મલાડ વિસ્તારમાં આવેલા બે જાણીતા ઓર્કેસ્ટ્રા બાર પર દરોડા પાડીને લાયસન્સની શરતોનો ભંગ કરવા બદલ તેમના મેનેજરો, ઓપરેટરો અને કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી મુંબઈના બાર સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અંધેરી ઈસ્ટમાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા

પ્રથમ કાર્યવાહી અંધેરી ઈસ્ટમાં આવેલા એક જાણીતા બાર એન્ડ રેસ્ટોરન્ટ પર કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૦ અને સ્થાનિક અંધેરી પોલીસની સંયુક્ત ટીમે આ બારમાં ઓચિંતો છાપો માર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, ગ્રાહકોને બેસવા માટે ઓર્કેસ્ટ્રા સ્ટેજની અત્યંત નજીક વ્યવસ્થા કરવામાં આવી હતી, જે નિયમોની વિરૂદ્ધ છે. આ ઉપરાંત બારમાં ગ્રાહકો માટે અલગ પાર્કિંગની કોઈ સુવિધા નહોતી. લાયસન્સના આ નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે બારના મેનેજર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધ્યો છે.

સેફ્ટીના નિયમો નેવે મુકાયા

પોલીસની આ તપાસ દરમિયાન સુરક્ષાને લઈને પણ મોટી ખામીઓ સામે આવી હતી. અંધેરીના આ બારમાં કોઈ અકસ્માત કે ઈમરજન્સીના સમયે ગ્રાહકોના બહાર નીકળવા માટે કોઈ અલગ રસ્તો (ઈમરજન્સી એક્ઝિટ) રાખવામાં આવ્યો નહોતો. સમગ્ર હોલમાં આવા અને જવા માટે માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ માર્ગ ઉપલબ્ધ હતો, જે કોઈપણ મોટી દુર્ઘટના સમયે ગ્રાહકોના જીવ જોખમમાં મૂકી શકે છે. પોલીસે બાર એસોસિએશનના નિયમો અને ફાયર સેફ્ટીના ઉલ્લંઘન અંગે પણ રિપોર્ટ તૈયાર કર્યો છે.

મલાડમાં દિંડોશી પોલીસની કાર્યવાહી

બીજી કાર્યવાહી દિંડોશી પોલીસ દ્વારા મલાડ ઈસ્ટમાં આવેલા એક ઓર્કેસ્ટ્રા બાર એન્ડ રેસ્ટોરન્ટ પર કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસ અધિકારીઓએ જોયું કે, બારના નિયત પરમિટ રૂમની બહાર સામાન્ય રેસ્ટોરન્ટ એરિયામાં પણ ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂ પીરસવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલી મહિલા સિંગર્સ (ગાયિકાઓ) પાસે જરૂરી સરકારી લાયસન્સ કે સત્તાવાર પાસ નહોતા અને બારના મુખ્ય દરવાજા પાસે ગેરકાયદેસર અડચણો ઊભી કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ દિંડોશી પોલીસે બારના ઓપરેટર, કેશિયર-મેનેજર અને જવાબદાર કર્મચારીઓ વિરૂદ્ધ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.

👉 આ સમાચાર વાચો:
Rohit Sharma Padma Shri Award। પદ્મ પુરસ્કાર સમારોહમાં રોહિત શર્મા ગેરહાજર; શું હવે નહીં મળે એવોર્ડ? જાણો અસલી કારણ

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version