ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી દિલ્હી વચ્ચે દોડતી દુરંતોમાં વધારાના સીટીંગ કોચ રાખવાનો નિર્ણય લીધો છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નં. 22209/22210 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ માં વધારાના સીટિંગ કોચ માટેનું બુકિંગ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર 20 જાન્યુઆરી 2022 થી ખુલશે.
આ વધારાના કોચમાં એટલે કે ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં કેટરિંગ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય.
શું મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો? BMCએ હાઈકોર્ટેમાં આપ્યો આ જવાબ; જાણો વિગત
ટ્રેનનો હોલ્ટનો સમય સહિતની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.અહીં ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ આરક્ષિત ટ્રેનમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ બેસવાની પરવાનગી આપવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર કોવિડ-19 સંબંધિત તમામ ધોરણો, એસઓપીનું પાલન કરે.