News Continuous Bureau | Mumbai
ભરતી(Tide) સમયે દરિયા કિનારા(Seaside) પર જવું જોખમને આમંત્રણ આપવા જેવું છે. છતાં નજર બહાર દરિયા કિનારા પર બીચ પર પહોંચી જનારા અવળચંડા લોકોને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને(BMC Administration) મુંબઈની સાત ચોપાટીઓ(Beaches) પર ફાયરબ્રિગેડના(Firebrigade) વધારાના 40 જવાનને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.
જૂન મહિનો કોરો ગયા બાદ હવે અષાઢી મહિનામાં ચોમાસુ(Monsoon) પોતાની તમામ કસર જાણે પૂરી કરતો હોય તેમ મુશળધાર વરસી(Heavy rainfall) રહ્યો છે. આ દરમિયાન રેડ(Red alert) અને ઓરેન્જ એલર્ટ(Orange alert) હોય ત્યારે મુંબઈની ચોપાટી પર પર્યટકોને દિવસના સમય પર જવા પર પ્રશાસને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આગામી આખુ અઠવાડિયું દરિયામાં મોટી ભરતી છે. મોજા 4.50 મીટરથી પણ ઊંચા ઉછળવાના છે. તેથી જોખમને ધ્યાનમાં રાખીને તેમ જ કોઈ પણ પ્રકારના હોનારતને પહોંચી વળવા માટે ફાયરબ્રિગેડ પોતાના વધારાના 40 જવાનોને મુંબઈના સાત બીચ પર તહેનાત રાખવાની હોવાનું મુંબઈ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : પ્રવાસી માટે સુવિધા કે દુવિધા-એસી લોકલનો દરવાજો જ ના ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત-જુઓ વિડિયો-જાણો વિગત
હાલ મુંબઈની સાત ચોપાટીઓ પર 94 લાઈફ ગાર્ડ(Lifeguard) તૈનાત છે. છતાં ચોમાસું અને ભરતીને ધ્યાનમાં(Hightide) રાખીને પ્રશાસને વધારાના ફાયરબ્રિગેડને જવાનને તહેનાત કરવાની છે. સાત બીચમાં ગિરગામ, દાદર,માહીમ, જૂહુ વર્સોવા, આક્સા અને ગોરાઈ બીચનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે જે જૂનથી લઈને અત્યાર સુધી ચોપાટીઓ પર થયેલી જુદી જુદી દુર્ઘટનામાં સાત લોકોના મોત થઈ ચૂક્યા છે.