આજથી મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં સી બી એસ ઇ નું (CBSE )શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. અહીં ક્લિક કરો એડમિશન તેમજ વિગત માટે.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 ફેબ્રુઆરી 2021

મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં હવે સીબીએસઇ ના માધ્યમથી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એ વાત સર્વવિદિત છે કે મહાનગરપાલિકાની શાળાઓમાં કોઈપણ બાળક એડમિશન નથી લઇ રહ્યું. તેવા સમયે મહાનગરપાલિકાએ CBSE અભ્યાસક્રમ પોતાની શાળાઓમાં શરૂ કરી દીધો છે જેના વર્ગ અલગ હશે.આ વર્ગ અને અન્ય વર્ગ અથવા અન્ય ક્લાસીસ સાથે કશું લેવાદેવા નથી. તેમજ તેના શિક્ષકો પણ અલગ હશે. આ ઉપરાંત શાળાની ફી પણ ઘણી ઓછી હશે. હાલ જુનિયર કેજીથી છઠ્ઠા ધોરણ સુધી CBSE માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આવી માહિતી શિક્ષણ સમિતિની અધ્યક્ષા સંધ્યા દોશીએ ન્યુઝ કંટીન્યૂઝ ને આપી.

નીચેની લીંક ઉપર ક્લિક કરીને કોઈપણ મુંબઈવાસી એડમિશન લઈ શકે છે. તેમજ એડમિશનના નીતિ નિયમ અને ધારાધોરણો પણ તેમાં વર્ણવેલા છે.

https://portal.mcgm.gov.in/irj/portal/anonymous/qlMumPublic12 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More