ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
વાવાઝોડાની મુંબઈ શહેર પર ખરાબ અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ શહેરમાં અનેક પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડી છે.
૧. તકેદારીના પગલારૂપે સરકારે બાંદરા-વરલી સી-લિંકને બંધ કરી નાખ્યો છે.
૨. તકેદારીના પગલારૂપે મુંબઈ મોનો રેલની તમામ સેવાઓ બંધ કરી નાખવામાં આવી છે.
૩. મુંબઈ ઍરપૉર્ટને હાલ બંધ કરવામાં આવ્યું છે અને શક્ય છે કે બપોરે બે વાગ્યા પછી શરૂ થાય.
૪. કુર્લા સ્ટેશન પાસે ઝાડ પડી જવાને કારણે લોકલ ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવી છે.
૫. ઘાટકોપર તેમ જ વિક્રોલીની વચ્ચે રેલવે લાઇનની આસપાસ રહેલાં વૃક્ષો ઝૂકી ગયાં હોવાને કારણે ટ્રેન ધીમે ચાલી રહી છે.
૬. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે લોકો ઘરની બહાર ન નીકળે તેમ જ સુરક્ષિત સ્થાન પર રહે.
