News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીને પગલે લગભગ 25 મહિના સુધી બંધ રહેલું નેહરુ પ્લેનેટોરિયમ(Nehru Planetarium) આજથી પર્યટકો માટે ફરી ખુલ્લું મુકાયું છે. બાળકો માટે નેહરુ પ્લેનેટોરિયમ એક પ્રકારનો જ્ઞાનનો ખજાનો માનવામા આવે છે.
વરલીમાં આવેલા પ્લેનેટેરીયમ(Planetarium) આજથી “બાયોગ્રાફી ઓફ ધ યૂનિવર્સ”(Biography of the Universe) નામના સ્કાય શોની(Sky show) સાથે શરૂ થઈ રહ્યું છે. નામ પરથી જાણી શકાય છે કે બ્રહ્માંડની(universe) શરૂઆત કઈ રીતે 14 અબજ વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારબાદ તેનો કઈ રીતે વિકાસ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં રેલવે દોડાવવા જઈ રહી છે આ ટ્રેનો. જાણી લ્યો નવી સૂચિ અને પર્યટન માટે તૈયાર થઈ જાઓ. જાણો વિગતે.
હાલમાં જ આ પ્લેનેટેરીયમ અત્યાધુનિક ડિજિટલ સોફ્ટવેર ડીજીસ્ટાર 7(Digistar 7) અને ભવ્ય લેઝર પ્રોજેક્શન સિસ્ટમ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. અહીં દિવસમા ઇંગ્લિશ, હિન્દી, મરાઠી ભાષામાં ચાર શો હશે. અહીં દર શનિવારે અને રવિવારે સામાન્ય નાગરિકો માટે ટેલિસ્કોપની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.