ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 સપ્ટેમ્બર 2020
ગત માર્ચ મહિનામાં લોકડાઉન ની શરૂઆત થતાં જ રસ્તાઓ પરના તમામ જાહેર વાહન વ્યવહાર ઉપર બ્રેક લાગી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને અતિ આવશ્યક સેવા ના વાહનો સિવાય ટ્રેન બસ બધું થઈ ગયું હતું. હવે ધીરે ધીરે અનલોક શરૂ થતાં ફરી વાહનો જાહેર માર્ગ પર દેખાઈ રહ્યા છે. શહેરની 43% રીક્ષાઓ અને 40% એપ આધારિત ટેક્સી દોડતી જોવા મળી છે એવી માહિતી સીએનજીના એક અહેવાલ પરથી મળી છે. હાલ મહાનગર ગેસ લિમિટેડ ના 256 સીએનજી સ્ટેશનો ફરી કાર્યરત થઇ ગયા છે.
કોરોના પહેલા શહેરમાં 2.3 લાખ રીક્ષાઓ, 38000 કાળી પીળી ટેકસી- જેમાંથી 20 હજાર ખરેખર રસ્તા ઉપર દોડી રહી હતી. 80 હજાર એપ આધારિત કેબ અને 3500 બસ દોડતી હતી .જેમાંથી અનલોક વેળાએ ડ્રાઈવરો મુંબઈ છોડી પોતાના વતન જતા રહેતા રીક્ષાઓ અને ટેક્ષીઓ મહિનાઓ સુધી રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી જોવા મળતી હતી. પરંતુ, જૂન મહિનાથી નિયમો હળવા થતા રસ્તા ઉપર રિક્ષા અને ટેક્સીઓ દોડતી થઈ છે.. અત્યારે એક લાખ અર્થાત 43 ટકા જેટલા રીક્ષા, ટેકસી રસ્તા પર દોડી રહી છે..