Site icon

અઠવાડિયા બાદ ફરી કોરોના દર્દીઓની સંખ્યા ૫૦૦ને પાર,  જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

મુંબઈમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું સંકટ છવાયેલું છે. ત્યારે લગભગ એક અઠવાડિયા બાદ મુંબઈમાં આજે કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા ૫૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ગત ૨૪ કલાકમાં ૨૯,૮૮૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૧૪ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

આ પહેલાં ૮મી સપ્ટેમ્બરના રોજ ૫૩૦ કોરોના દર્દીઓ નોંધાયા હતા. આજના કોરોના દર્દીઓની સંખ્યા બાદ  મુંબઈના અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૩૬,૨૮૪  સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મુંબઈમાં ૧૬,૦૩૭ નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે

ગત મંગળવારે ૨૮,૪૯૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દિવસની કોરોના ટેસ્ટની સંખ્યા ચાલુ મહિના દિવસોની સૌથી ઓછી સંખ્યા હતી. તેવી માહિતી મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ આપી છે. ગત મંગળવારે મુંબઈમાં ૩૬૭  કોરોના દર્દીઓની નોંધ થઈ હતી . ગત મંગળવાર બાદ ચાર દિવસ કોરોના દર્દીઓની સંખ્યા ૪૦૦ના આંકડાથી નીચે રહી હતી. જે આજે ૫૦૦ને પાર કરી ગઇ છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version