Site icon

મુંબઈ મહાનગરપાલિકાની નજરમાં કણાની જેમ ખૂંચ્યા ફેરિયાઓ; આ વેરો નાખવાની ફિરાકમાં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના મહામારીમાં મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીને ભારે ફટકો પડ્યો છે. એથી એની ભરપાઈ કરવા BMCએ પ્રૉપર્ટી ટૅક્સ તથા વૉટર ટૅક્સ બાદ હવે ફેરિયાઓના શુલ્કમાં બમણો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

શહેરના મોટા ભાગના રસ્તા પર ગેરકાયદે ફેરિયાઓએ અંડિગો જમાવ્યો છે. એથી મુંબઈ પાલિકાએ ફેરિયાઓને માટે હૉકર્સ પૉલિસી તૈયાર કરી છે. જે અંતર્ગત કાયદેસરના ફેરિયાઓને મુંબઈના રસ્તા પર ધંધો કરવા જગ્યા આપવામાં આવશે. બહુ જલદી આ પૉલિસી અમલમાં મૂકવામાં આવશે. એક વખત આ પૉલિસી અમલમાં આવી જશે પછી પાલિકા નવા નિયમ લાગુ કરી શકશે નહીં. એથી આ પૉલિસીને અમલમાં મૂકતાં પહેલાં પાલિકાએ ફેરિયાઓના શુલ્કમાં બમણો વધારવાનો નિર્ણય લીધો છે.

ફેરિયાઓના શુલ્કમાં વધારો કરવામાં આવશે. એ સાથે જ પાલિકા આરે, સરિતા, મેફ્કો, મહાનંદા તથા સરકારી યોજના માટે તેમ જ માજી સૈનિક, અપંગોને આપેલા સ્ટૉલના શુલ્કમાં પણ વધારો કરવાની છે.

મુંબઈના ‘મંત્રાલય’ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ પુણેમાંથી ઝડપાયો,  આ કારણોસર આપી હતી ધમકી ; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે BMCએ નવી પૉલિસી હેઠળ મુંબઈમાં 300થી વધુ રસ્તા પર ફેરિયાઓ માટે 35,000 જગ્યા નક્કી કરી છે. આ પૉલિસી અમલમાં મૂકતાં પહેલાં પાલિકાએ કાયદેસરના ફેરિયા નક્કી કરવા માટે અરજી  મગાવી હતી. કુલ 99,000 અરજી આવી હતી. તેમના દસ્તાવેજો ચકાસ્યા બાદ ફકત 17,000 ફેરિયાઓ પાત્ર ઠર્યા હતા.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version