News Continuous Bureau | Mumbai
Dahisar Firing: ઉલ્હાસનગરમાં ગણપત ગાયકવાડ પર ગોળીબારની ઘટના હજી તાજી જ છે. ત્યારે મુંબઈના દહિસર વિસ્તારમાં ફરી ગોળીબારની ઘટના બની હતી. શિવસેના ઠાકરેના ( UBT ) ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar ) દહિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ( law and order ) સમસ્યા સર્જાઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ( Mumbai Police ) મોટો નિર્ણય લીધો છે.
પોલીસે મુંબઈમાં શસ્ત્ર લાઇસન્સ ધારકોની ( Arms license holders ) હવે તપાસ શરૂ કરી છે. તેમજ તેમની પાસે રહેલા હથિયારના લાયસન્સ ( Arms license ) પણ ચકાસવામાં આવશે. તેમજ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે કોઈ પણ બોગસ હથિયાર લાઇસન્સ ધરાવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છેઃ સુત્રો..
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છે. આ લાયસન્સની ચકાસણી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની હદમાં રાજકીય વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને બોડીગાર્ડની માહિતી એકત્ર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Pakistan Election 2024: પાકિસ્તાન ચૂંટણીમાં હાલ મતગણના, ત્યારે સમજો પાડોશી દેશની આખી ચૂંટણીને આટલા મુદ્દામાં…
એક મિડીયા રિપોર્ટ મુજબ, લાયસન્સ તપાસ સમયે તે પણ પોલીસ જાણ કરશે, શું લાયસન્સ ધરાવતા વ્યક્તિનો કોઈની સાથે વિવાદ છે? તે હાલમાં શું કરે છે? શું લાયસન્સધારક પોતે કોઈ તણાવમાં છે? પોલીસ દ્વારા આવી બાબતોની સમીક્ષા પણ લેવામાં આવશે.
એટલું જ નહીં, પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓને પણ તમામ રાજકીય ઘટનાક્રમો અને ગુનાહિત વલણ ધરાવતા લોકો પર તકેદારી રાખવા સૂચના આપી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, બિહારથી મુંબઈમાં દેશી કટ્ટા લાવનારા અને વેચનારાઓની પણ તપાસ કરવામાં આવશે.