Site icon

Dahisar Firing: મુંબઈમાં અભિષેક ઘોસાલકરની હત્યા બાદ, પોલીસ આવી એકશન મોડમાં.. કાયદો અને વ્યવસ્થા જાળવવા લેવાયો આ મોટો નિર્ણય..

Dahisar Firing: મુંબઈમાં છેલ્લા બે મહિનાની સતત બે ગોળીબારની ઘટનાઓ બની છે. ત્યારે હવે મુંબઈ પોલીસે આવી ઘટનાઓ બનતા અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે.

After the murder of Abhishek Ghosalkar in Mumbai, the police are in action mode, big decision was taken to maintain law and order

After the murder of Abhishek Ghosalkar in Mumbai, the police are in action mode, big decision was taken to maintain law and order

News Continuous Bureau | Mumbai 

Dahisar Firing: ઉલ્હાસનગરમાં ગણપત ગાયકવાડ પર ગોળીબારની ઘટના હજી તાજી જ છે. ત્યારે મુંબઈના દહિસર વિસ્તારમાં ફરી ગોળીબારની ઘટના બની હતી. શિવસેના ઠાકરેના ( UBT ) ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar )  દહિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ( law and order ) સમસ્યા સર્જાઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ( Mumbai Police ) મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

પોલીસે મુંબઈમાં શસ્ત્ર લાઇસન્સ ધારકોની ( Arms license holders ) હવે તપાસ શરૂ કરી છે. તેમજ તેમની પાસે રહેલા હથિયારના લાયસન્સ ( Arms license ) પણ ચકાસવામાં આવશે. તેમજ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે કોઈ પણ બોગસ હથિયાર લાઇસન્સ ધરાવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

  મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છેઃ સુત્રો..

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં 11 હજાર 500 જેટલા લોકો પાસે હથિયારના લાઇસન્સ છે. આ લાયસન્સની ચકાસણી કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની હદમાં રાજકીય વ્યક્તિઓ, વ્યાવસાયિકો અને બોડીગાર્ડની માહિતી એકત્ર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Election 2024: પાકિસ્તાન ચૂંટણીમાં હાલ મતગણના, ત્યારે સમજો પાડોશી દેશની આખી ચૂંટણીને આટલા મુદ્દામાં…

એક મિડીયા રિપોર્ટ મુજબ, લાયસન્સ તપાસ સમયે તે પણ પોલીસ જાણ કરશે, શું લાયસન્સ ધરાવતા વ્યક્તિનો કોઈની સાથે વિવાદ છે? તે હાલમાં શું કરે છે? શું લાયસન્સધારક પોતે કોઈ તણાવમાં છે? પોલીસ દ્વારા આવી બાબતોની સમીક્ષા પણ લેવામાં આવશે.

એટલું જ નહીં, પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીઓને પણ તમામ રાજકીય ઘટનાક્રમો અને ગુનાહિત વલણ ધરાવતા લોકો પર તકેદારી રાખવા સૂચના આપી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, બિહારથી મુંબઈમાં દેશી કટ્ટા લાવનારા અને વેચનારાઓની પણ તપાસ કરવામાં આવશે.

Dr.Usha Upadhyay: બ્રહ્માનંદ સહોદર આનંદ કવિતા આપે છે : કવયિત્રી ઉષા ઉપાધ્યાયે ઝરુખોમાં જણાવ્યું
Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Exit mobile version