ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ મે ૨૦૨૧
સોમવાર
વર્ષ 1962માં ભાઈ દાજી લાડ મ્યુઝિયમમાં ખસેડવામાં આવેલા એક લૅમ્પપોસ્ટની હવે પુનર્સ્થાપના BMCના હેરિટેજ વિભાગ દ્વારા તેની મૂળ જગ્યાએ કરવામાં આવી છે અને ફરી એક વખત એ મેટ્રો સિનેમા પાસે રસ્તાની સુંદરતા વધારશે.
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈમાં 1860માં સુપ્રસિદ્ધ સુતરાઉના વેપારી સર રૂસ્તમજી જીભોયે શહેર માટે સુંદર લૅમ્પપોસ્ટ અને ફુવારાની માગ કરી હતી. બૉમ્બે જિલ્લાના તત્કાલીન રાજ્યપાલ સર ફિટ્ઝ ગેરાલ્ડના માનમાં એક ભવ્ય એલોય કાસ્ટ આયર્ન લૅમ્પ અને ફુવારો ધોબીતળાવ ખાતે ઊભો કરાયો હતો.
જોકે1867થી 1911 સુધી આ ફુવારો રૉબર્ટ મની સ્કૂલની સામે સ્થાપિત હતો, જે હવે જેર્મહાલ બિલ્ડિંગ તરીકે જાણીતું છે. 1920ના દાયકા દરમિયાન ટ્રામના નેટવર્કમાં વધારો થવાને કારણે, ફુવારો મેટ્રો સિનેમા નજીક સ્થળાંતરિત કરાયો હતો.
પાછળથી, પરિવહન અને અકસ્માત નિવારણ ખાતર, ફુવારાને 1962માં ભાઈ દાજી લાડ મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યા હતો.
મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસ સામે વધુ રિકવરી કાયમ ; જાણો આજના લેટેસ્ટ આંકડા
એ સમયે આ મુસાફરો માટે અને પક્ષીઓ તથા ખિસકોલીઓ માટે પીવાના પાણીનો સ્રોત હતો.