મુંબઈના ધારાવી માં અદાણીની વિરુદ્ધમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ પાર્ટીઓ સામેલ છે

એક સમયે એશિયાની સૌથી મોટી એવી ધારાવી ઝૂંપડપટ્ટીમાં હવેલી ડેવલોપમેન્ટની હવા ફેલાઈ છે, ત્યારે આ કામ અદાણીને ન મળે તે માટે જોરદાર પ્રયત્ન થઈ રહ્યા છે.

by Dr. Mayur Parikh
ADANI at Dharavi

News Continuous Bureau | Mumbai

શેતકરી કામગાર પક્ષ તેમજ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ધારાવી ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં આ પાર્ટીના નેતાઓ દરેક ગલીના નાકે કાર્યક્રમ કરી રહ્યા છે. તેમજ લોકોને અદાણી સાથે ન જોડાવાની અપીલ કરી રહ્યા છે. આ માટે તેઓ એક ટેમ્પોને મંચ બનાવ્યું છે તેમજ માઈક અને લાઉડ સ્પીકર નો ઉપયોગ કરીને અદાણીની વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે.

પોતાની કેમ્પેઇન દરમિયાન તેઓ હસ્તાક્ષર અભિયાન પણ ચલાવી રહ્યા છે. તેઓની માંગણી છે કે ધારાવીનું પ્રસ્તાવિત રિડેવલોપમેન્ટ અલગ રીતે કરવામાં આવે. હસ્તાક્ષર અભિયાન પછી તેઓ આ તમામ હસ્તાક્ષર સાથેની માંગણી તમામ રાજકીય પક્ષોને મોકલશે અને પોતાની લડાઈ આગળ ચલાવશે.

આ સમાચાર પણ વાંચો :  આ ફક્ત ભારતમાં જ શક્ય છે. આગ્રામાં પોપટે ખોલ્યું મહિલાની હત્યાનું રહસ્ય!, જુબાનીથી હત્યારાને થઈ આજીવન કેદની સજા

Join Our WhatsApp Community

You may also like