News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Elections) નજીક આવી રહી છે. તેથી ભાજપે(BJP) હવે ગુજરાતીઓની સાથે જ મરાઠી મતદારોને(Marathi voters) પણ રીઝવવાનું ચાલુ કરી દીધું છે. તે માટે મુંબઈમાં ભાજપ વતી મરાઠી દાંડિયાનું(Marathi Dandiya) આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ આજે 30 સપ્ટેમ્બરથી મુંબઈના કાલાચોકીના શહીદ ભગતસિંહ મેદાન(Shaheed Bhagat Singh Maidan) ખાતે યોજાનાર આ દાંડિયામાં ગરબા પ્રેમીઓને મોંઘો આઈફોન(Iphone) જીતવાની તક મળવાની છે.
મરાઠી દાંડિયામાં, જે સ્પર્ધક શ્રેષ્ઠ મરાઠી વેશભૂષા(Marathi costumes) પહેરીને આવશે તેને ગિફ્ટ મળશે. શ્રેષ્ઠ પોશાક સાથે પ્રથમ બે સ્પર્ધકોને ઇનામ તરીકે iPhone 11 ફોન આપવામાં આવશે. આ દાંડિયાના આયોજક મુંબઈ ભાજપે સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે.
રાજ્યમાં સત્તામાં આવ્યા પછી, શિંદે-ફડણવીસ સરકારે(Shinde-Fadnavis government) કોરોના મહામારી દરમિયાન તહેવારોની ઉજવણી (Celebration of festivals) પરના પ્રતિબંધો દૂર કર્યા છે. દહીહાંડી, ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ પર્વનો ભારે ધામધૂમથી પ્રારંભ થઈ રહ્યો છે. આ તમામ ઉજવણીનો રાજકીય લાભ સત્તાધારી ભાજપ અને શિંદે જૂથ લઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની લીધી મુલાકાત- મા અંબેની આરતી કરી- જુઓ વિડીયો
મુંબઈમાં તમામ રાજકીય પક્ષોની નજર હાલમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજકીય લાભ મેળવવાની સાથે, ભાજપે મરાઠી ભાષીઓને આકર્ષવા માટે મરાઠી દાંડિયાની જાહેરાત કરી છે.
મુંબઈ ભાજપ વતી, 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2022 દરમિયાન મરાઠી દાંડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાચોકીના શહીદ ભગતસિંહ મેદાનમાં આયોજિત આદિશક્તિ ઉત્સવમાં મરાઠી માનસ જાગૃત થશે. તેથી મરાઠી દાંડિયા પ્રેમીઓને પ્લેટફોર્મ પૂરું પાડતી ભાજપે દાંડિયામાં ગુજરાતી ડ્રેસને બદલે મરાઠી ડ્રેસનો ઉપયોગ કરવાની ખાસ કાળજી લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. આ માટે વધુ દાંડિયા પ્રેમીઓ મરાઠી ડ્રેસનો ઉપયોગ કરી શકે તે માટે આયોજકોએ વેશભૂષા હરીફાઈનું પણ આયોજન કર્યું છે.
