News Continuous Bureau | Mumbai
Ajit Pawar Demise: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન બાદ રાજકીય ગલિયારા માં એક મોટી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ, અજીત પવાર અને શરદ પવાર ફરી એકવાર સાથે આવવા માટે સંમત થયા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથોને એક કરવા માટેની તમામ પ્રક્રિયાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આ જાહેરાત થાય તે પહેલા જ કરુણ વિમાન અકસ્માતમાં અજીત પવારનું અવસાન થયું.મહારાષ્ટ્રના રાજકારણમાં આ એક ઐતિહાસિક પળ હોત, કારણ કે છેલ્લા લાંબા સમયથી NCP બે ભાગમાં વહેંચાયેલી હતી. સૂત્રોનો દાવો છે કે બારામતી વિમાન અકસ્માતના થોડા દિવસો પહેલા જ અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીતમાં બંને નેતાઓએ પક્ષના હિતમાં મતભેદો ભૂલીને સાથે આવવા પર સહમતિ દર્શાવી હતી.
8 ફેબ્રુઆરીનો એ ખાસ દિવસ
જાણવા મળતી વિગતો મુજબ, બંને પવાર નેતાઓએ નક્કી કર્યું હતું કે મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ તરત જ વિલયની જાહેરાત કરવામાં આવશે. આ માટે 8 ફેબ્રુઆરી ની તારીખ પણ નક્કી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ બેઠકમાં આગળની રણનીતિ અને સત્તાની વહેંચણી અંગે પણ ચર્ચાઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : India-EU Trade Deal Impact: ભારત-યુરોપ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ઝટકો, શાહબાઝ શરીફ માટે કેમ વધી મુશ્કેલીઓ?
અધૂરી રહી ગઈ તૈયારીઓ
જોકે, નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. 28 જાન્યુઆરીએ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતે માત્ર અજીત પવારનો જીવ જ નથી લીધો, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણનું આખું ચિત્ર બદલી નાખવાની તૈયારી પર પણ પાણી ફેરવી દીધું. અત્યારે NCP ના બંને જૂથના કાર્યકરોમાં આ સમાચાર સાંભળીને આઘાત અને આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે. શરદ પવારે પણ અજીત પવારના અંતિમ સંસ્કાર વખતે અત્યંત ભાવુક અવસ્થામાં જોવા મળ્યા હતા, જે કદાચ આ અધૂરા રહી ગયેલા વિલયના સંકેત તરફ ઈશારો કરે છે.