News Continuous Bureau | Mumbai
10:54 AM: પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અજિત પવારના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સુપ્રિયા સુલે અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી.
10:53 AM: અમિત શાહનો શોક સંદેશ ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટનાને તેમની ‘વ્યક્તિગત ખોટ’ ગણાવી છે. તેમણે લખ્યું કે, “અજિત પવાર એનડીએના વરિષ્ઠ સાથી હતા. મહારાષ્ટ્રના જનકલ્યાણ માટેનું તેમનું સમર્પણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”
10:48 AM: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે, “અજિત પવારનું અકાળે અવસાન એ અપૂરણીય ક્ષતિ છે. સહકારી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.”
10:47 AM: પીએમ મોદીએ વ્યક્ત કર્યો આઘાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત પવારને ‘જનતાના નેતા’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “વહીવટી બાબતોમાં તેમની સમજ અને ગરીબોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો અનન્ય હતો. તેમનું અવસાન અત્યંત ચોંકાવનારું છે.”
ઘટનાની મુખ્ય વિગતો
સ્થળ: બારામતી એરપોર્ટ, પુણે જિલ્લો.
સમય: સવારે અંદાજે ૮:૪૫ વાગ્યે લેન્ડિંગ દરમિયાન.
વિમાન: Learjet 45 (VT-SSK), જે મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું.
મૃત્યુઆંક: કુલ ૫ લોકો (અજિત પવાર, ૧ પર્સનલ સિક્યોરિટી ઓફિસર, ૧ એટેન્ડન્ટ અને ૨ ક્રૂ મેમ્બર્સ).
પરિવારની સ્થિતિ: સમાચાર મળતા જ સાંસદ સુપ્રિયા સુલે અને ભત્રીજા રોહિત પવાર તાત્કાલિક બારામતી જવા રવાના થયા છે. શરદ પવાર અને સુનેત્રા પવાર પણ દિલ્હીથી પુણે પહોંચી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Biography:શરદ પવારના પડછાયામાંથી નીકળી કેવી રીતે બન્યા મહારાષ્ટ્રના સૌથી શક્તિશાળી નેતા? જાણો અજિત પવારની અનટોલ્ડ સ્ટોરી.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
પ્રાથમિક અહેવાલો મુજબ, લેન્ડિંગ દરમિયાન પાયલોટે ઓછી વિઝિબિલિટી (Poor Visibility) અંગે રિપોર્ટ કર્યો હતો. વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું અને તેમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. DGCA ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.
મહારાષ્ટ્રમાં ‘દાદા’ યુગનો અંત
અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા પ્રકરણનો અંત આવ્યો છે. બારામતી તેમનો ગઢ હતો અને દુર્ભાગ્યે ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજ્યમાં સૌથી લાંબો સમય નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર નેતા હતા.
