ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
મુંબઈમાં લોકલ ટ્રેન એટલે લોકોની જીવાદોરી. પરંતુ માર્ચમાં કોરોનાને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારબાદથી લઈ હાલ સુધી સીમિત માત્રામાં લોકલ ટ્રેનો દોડી રહી છે. આ લોકલ ટ્રેનોમાં પણ માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલા લોકો, કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ, બીએમસી અને બેંકના કર્મચારીઓને છૂટ આપવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી કરિયાણાની દુકાન વાળાઓ અને મેડિકલ સ્ટોર્સ વાળાઓ મુંબઈકરો ની સેવામાં ખડે પગે ઊભા છે. પરંતુ આ લોકોને ટ્રેનમાં પ્રવેશ ન હોવાથી, ઘરથી કામના સ્થળે પહોંચવા માટે ઘણી હાલાકી ભોગવવી પડે છે.
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ એ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી આ હકીકતથી વાકેફ કરાવ્યા છે. કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોરવાળા બસોમાં ચિક્કાર ભીડ હોવાથી, સોશિયલ ડિસ્ટનસિંગ જળવાતું નથી. આથી પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. કોરોનાની મેડીકલ ગાઈડલાઈન નું પાલન થઈ શકે માટે જ અન્ય કર્મચારીઓની જેમ જ લોકલ ટ્રેનોમાં આ લોકોને જવાની મંજૂરી મળે તેવી માંગ સરકાર સમક્ષ ફરી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા લાગુ કરી રહી છે. ત્યારે રિપોર્ટરો, ફોટોગ્રાફરો, પત્રકારોની સાથે જ હેલ્થ વર્કરો અને આવશ્યક સ્ટાફને પણ તત્કાલ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવી જોઈએ. એવી માંગ ઉપરોક્ત સંગઠને કરી છે. જો કે રેલવે પ્રશાસન દ્વારા આ અંગે હજુ સુધી કોઇ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આમ છતાં કહેવાય રહ્યું છે કે સપ્ટેમ્બર થી વધુ લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ, પ્રશાસન દ્વારા મળી શકે એમ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com