ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
શું મનસુખ હિરણ હત્યાકાંડમાં શિવસેનાના નેતા જોડાયેલા છે? શું આ હત્યાકાંડમાં સચિન વઝે જોડાયેલો છે? શા માટે મુકેશ અંબાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા? આજે શું થયું વિધાન પરિષદમાં? જાણો સનસનાટી ભરેલી સ્ટોરી.
૧. સ્કોર્પિયો ગાડી નો અસલી માલિક સામ પિટર છે.
૨. આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે મનસુખ હરિન નો વર્ષો જૂનો મિત્ર છે અને તે આ સ્કોર્પિયો ગાડી અનેક વખત ભાડે લેતો હતો. છેલ્લી વખત આ ગાડી તેણે લીધી હતી અને જણાવ્યું હતું કે આનું સ્ટિયરિંગ જામ થઈ જાય છે.
૩. 17 ફેબ્રુઆરીએ જ્યારે મનસુખ હિરણ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે સ્ટિયરિંગ જામ થયું અને તેણે ગાડી હાઇવે પર પાર્ક કરેલી. આ ગાડી ચોરાઈ ગઈ અને તેની પોલીસ કમ્પલેન ફાઇલ કરવામાં આવી
૪. 25 ફેબ્રુઆરીના મનસુખ હિરણ ને ખબર પડી કે તેની ગાડી મુકેશ અંબાણી ના ઘર ની નીચે મળી છે. તેણે પોલીસ સાથે વાત કરી અને પોતાની ગાડી કન્ફર્મ કરી.
૫. ૨૬, ૨૭ અને ૨૮ તારીખે મનસુખ હિરણ રોજ ક્રાઈમ બ્રાંચમાં જતો હતો અને રાત્રે સચિન વઝે સાથે પાછો આવતો હતો.
૬. ૨જી માર્ચના દિવસે મનસુખ હિરણ એ જણાવ્યું કે સચિન વઝે એ તેને ફરિયાદ ફાઇલ કરવા કહ્યું કે મીડિયા અને પોલીસવાળા તેને હેરાન કરી રહ્યા છે. આ પ્રમાણે તેને ફરિયાદ ફાઇલ કરી દીધી છે.
૭. 4થી માર્ચ ના દિવસે મનસુખ હિરણએ તેની પત્નીને જણાવ્યું કે સચિન વઝે એ તેને જણાવ્યું છે કે તેની બે ત્રણ દિવસ માટે ધરપકડ કરવામાં આવે અને ત્યારબાદ સચિન વઝે પોતે તેને બેલ અપાવી દેશે. પરંતુ પરિવારે આ વાતનો વિરોધ કર્યો અને ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું કે વકીલની સલાહ લેવામાં આવે.
૮. ચોથી તારીખના રોજ તેને તાવડે નામના ઓફિસરે મળવા માટે બોલાવ્યો. તે રિક્ષામાં ગયો પરંતુ 11 વાગ્યા પછી તેનો નંબર બંધ થઈ ગયો. પરિવારે સચિન વઝે ને ફોન કર્યો પરંતુ તેણે કહ્યું કે એક દિવસ રાહ જોઇને પછી ફરિયાદ ફાઇલ કરો.
આ ઘટનાક્રમ વિમળાબેને પોલીસને જણાવ્યો છે.
વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે મનસુખ હિરણ ને છેલ્લો ફોન ધનંજય ગાવડે પાસેથી આવ્યો હતો. આ વ્યક્તિ શિવસેનાનો પદાધિકારી છે. આમ શિવસેના અને પોલીસ અધિકારીઓ બેઉનું નામ હવે મનસુખ હરિન હત્યાકાંડમાં સંડોવાયું છે.
આ માહિતી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડનવીસે વિધાન પરિષદમાં આપેલ છે..
