ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
મનસુખ હિરણ હત્યાકાંડ અને મુકેશ અંબાણી ના ઘર નીચે વિસ્ફોટક સાથે જે ગાડી મળી તેને કારણે અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે આ ગાડી કોણે મુકાવી હતી? શા માટે મુકાવી હતી? હવે જાણો નાટકીય ઘટનાક્રમ. જે વારંવાર બદલાતા રહ્યાં.
૧. મુકેશ અંબાણીના ઘરની નીચે ગાડી મળી તેના માલિક મનસુખ હિરણ ની હત્યા / આત્મહત્યા થઈ.
૨. પહેલાં જે આતંકવાદી સંગઠને જવાબદારી કથીત પણે સ્વીકારી હતી તેણે આખી વાતને રદિયો આપ્યો
૩. આ મામલાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપાઈ.
૪. નાટકીય રીતે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝે નું ટ્રાન્સફર થયું.
૫. કેન્દ્ર સરકારે આની તપાસ એનઆઈએને સોંપી.
૬. મહારાષ્ટ્રની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર હંગામો કર્યો અને આરોપ લાગ્યો કે સચિન વઝે નામનો અધિકારી આ હત્યાકાંડમાં સામેલ છે. આ ઉપરાંત શિવ સેનાનો એક પદાધિકારી પણ મનસુખ હિરણ ને ફોન કરતો હતો.
હવે સવાલ એ ઉભો થાય છે કે ગાડી કેમ પાર્ક થઇ હતી?
૧. શું કોઈ મુકેશ અંબાણીના પરિવારને હાની પહોંચાડવામાં માંગતું હતું?
૨. શું કોઈને મુકેશ અંબાણી પાસેથી પૈસા જોઈએ છે?
૩. શું આ પૈસા માંગનાર કોઈ પોલિટિકલ પાર્ટી છે? જે પોલીસ વિભાગ નો ઉપયોગ કરીને અંબાણી પરિવાર ને ડરાવવા માંગે છે.
'પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત….'
રાહ જુઓ, ઘણી વાર્તાઓ ખુલશે….
