Site icon

Anant-Radhika Wedding: શું અનંત-રાધિકાના લગ્નમાં PM મોદી બનશે મુખ્ય મહેમાન? અટકળો વચ્ચે આવી મોટી અપડેટ

Anant-Radhika Wedding: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ શુક્રવારેના રોજ લગ્ન કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સામેલ થશે. આ ઉપરાંત પીએમ મોદી મુંબઈમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

Anant-Radhika Wedding PM Narendra Modi To Attend Anant Ambani-Radhika Merchant's Grand Wedding

Anant-Radhika Wedding PM Narendra Modi To Attend Anant Ambani-Radhika Merchant's Grand Wedding

News Continuous Bureau | Mumbai

Anant-Radhika Wedding:  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી  ( Mukesh Ambani ) ના નાના પુત્ર અનંત અંબાણી  ( Anant Ambani ) અને રાધિકા મર્ચન્ટ ( Radhika Merchant )  આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સામેલ થશે. પીએમ મોદી  ( PM Narendra Modi ) ની સંભવિત મુલાકાતને કારણે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રાઇડન્ટ હોટલની આસપાસની ઇમારતોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

  Anant-Radhika Wedding:  PM મોદી 13 જુલાઈના રોજ મુંબઈ ની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ મુંબઈ ની મુલાકાતે આવી રહ્યા છે. 13 જુલાઈના રોજ પીએમ મોદી મુંબઈમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ દરમિયાન પીએમ મોદી બોરીવલી-થાણે લિંક રોડ અને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડનું ભૂમિપૂજન કરશે. બંને પ્રોજેક્ટની કિંમત 14 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

  Anant-Radhika Wedding:  પીએમ મોદી નેસ્કો સેન્ટરમાં અનેક નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

આ સિવાય પીએમ મોદી દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે, જેના પર 1170 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે જ સમયે, 13 જુલાઈએ પીએમ મોદી મુંબઈના નેસ્કો સેન્ટરમાં ઘણા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કાર્યક્રમ કરશે. આ પછી પીએમ મોદી અહીં એક સભાને સંબોધશે.

  Anant-Radhika Wedding:  PM મોદી પણ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાતને લઈને વહીવટીતંત્ર ખૂબ જ સતર્ક છે. અહીં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બેઠકની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાતને લઈને સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે PM મોદી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Samruddhi Mahamarg: સરકારના દાવા પોકળ નીકળ્યા; સમૃદ્ધિ હાઇવેની હાલત એક વર્ષમાં કફોડી, રોડ પર જોવા મળી 50 ફૂટ લાંબી 3 સેમી પહોળી તિરાડો!

પીએમ મોદીની સંભવિત મુલાકાતને કારણે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે ટ્રાઇડન્ટ હોટલની આસપાસની ઇમારતોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અનંત-રાધિકા Jio વર્લ્ડ સેન્ટરમાં  સાત ફેરા લેશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લેશે. આ લગ્નની વિધિઓ પણ ચાલી રહી છે. આ ખાસ લગ્નમાં હાજરી આપવા માટે દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ મુંબઈ પહોંચી રહી છે. તેમાં ફિલ્મ, બિઝનેસ, રાજનીતિ વગેરે સાથે સંકળાયેલા ઘણા અગ્રણી લોકો સામેલ છે.

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version