News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ચૂંટણી પંચે (Eelction commission of India) '166 – અંધેરી પૂર્વ' વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી (bypolls) માટે મતદાન આગામી 3 નવેમ્બર, 2022ના રોજ યોજાશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનના દિવસે એટલે કે 3જી નવેમ્બર 2022ના રોજ સાર્વજનિક રજા (Public Holiday) જાહેર કરવામાં આવી છે.
આ જાહેર રજા '166 – અંધેરી પૂર્વ' મતદારક્ષેત્રના મતદારોને પણ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેઓ કામ માટે અંધેરી મતવિસ્તારની બહાર હશે. ઉપરાંત, આ જાહેર રજા કેન્દ્ર સરકારની કચેરી(Cnetral govt office) ઓ, અર્ધ-સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના એકમો, બેંકો(banks) વગેરેને પણ લાગુ પડશે.
આ સમાચાર પણ વાંચો :તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ
આ પેટાચૂંટણી(bypolls)માં મતદાનની ટકાવારી વધારવા માટે મોટા પાયે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી નિધિ ચૌધરીએ અંધેરી પૂર્વ (Andheri east) વિસ્તારના જાગૃત નાગરિકોને તેમની રાષ્ટ્રીય ફરજ તરીકે આ ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદાન(Voting) કરવા અપીલ કરી છે.
મહત્વનું છે કે ઠાકરે જૂથના ધારાસભ્ય રમેશ લટકે(MLA Ramesh Latke) નું દુબઈમાં કાર્ડિયાક અરેસ્ટ(Cardiac arrest) થી નિધન થયું હતું. જેથી આ જગ્યા ખાલી પડી હતી. ધારાસભ્યના મૃત્યુના કિસ્સામાં છ મહિનામાં સંબંધિત મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવી જરૂરી છે. તે મુજબ ચૂંટણી પંચે અંધેરી પૂર્વ મતવિસ્તારની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
જૂનમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર(MVA Govt) ના પતન પછી રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી હશે. આ અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ઠાકરે જૂથ તરફથી રમેશ લટકેની પત્ની ઋતુજા લટકે (Rutuja Latke) અને ભાજપ (BJP) તરફથી મુરજી પટેલ(Murji Patel) વચ્ચે જંગ ખેલાશે. તેમજ 24 જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ આ માટે ઉમેદવારી નોંધાવી છે.
આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ