News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભાના 166 – અંધેરી ઈસ્ટ' મતવિસ્તારની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા 3 નવેમ્બર 2022ના રોજ થઈ હતી. મુંબઈના અંધેરી પૂર્વ મતવિસ્તારના તમામ 256 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શરૂઆતમાં સવારે 11 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 9.72 ટકા રહી હતી. બપોરે 1 વાગ્યા સુધી 16.89 ટકા, બપોરે 3 વાગ્યા સુધી 22.85 ટકા અને સાંજે 5 વાગ્યા સુધી 28.77 ટકા મતદાન થયું હતું. હવે મતદાન પ્રક્રિયા મુજબ, મત ગણતરી રવિવાર, 6 નવેમ્બર, 2022 ના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે.
આ 256 મતદાન મથકોમાંથી મરોલ શિક્ષા એકેડેમી હાઈસ્કૂલ ખાતે મતદાન મથક નંબર 53 પર એક સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. ચૂંટણી રિટર્નિંગ ઓફિસર પાટીલે જણાવ્યું હતું કે આ મતદાન મથકોના કુલ 1,418 મતદારોમાંથી 726 મહિલા મતદારો છે અને અંધેરી પૂર્વ મતવિસ્તારમાં સૌથી વધુ મહિલા મતદારો છે, તેથી આ સ્થાન પર સખી મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મહિને ચૂંટણી મેદાનમાંથી બીજેપીના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથનાં ઉમેદવાર ઋતુજા લટકેની આરામદાયક જીત નોંધાવાની અપેક્ષા છે. તેમનો મુકાબલો અપક્ષ સહિત સાત ઉમેદવારો સામે છે.