Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! પશ્ચિમ ઉપનગરમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે, અંધેરીમાં આટલી ઇમારતો સીલ થઈ ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021 
શનિવાર
તહેવારોની મોસમમાં કોરોનાના કેસમાં વધારો થવાની ચિંતા મુંબઈ મનપાને સતાવી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કેસમાં પણ હળવો વધારો જણાઈ રહ્યો છે. એમાં પણ પશ્ચિ ઉપનગરમાં અને દક્ષિણ મુંબઈમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. એથી મુંબઈમાં કુલ 49 ઇમારતો સીલ થઈ છે, એમાંથી સૌથી વધુ 13 બિલ્ડિંગ અંધેરી (વેસ્ટ)માં છે. 
મુંબઈમાં ત્રીજી લહેરનું જોખમ નહીં હોવાની રજૂઆત મુંબઈ મહાનગરપાલિકાએ કોર્ટમાં કરી છે. એથી ત્રીજી લહેરનું જોખમ ટળી ગયું છે. છતાં નવરાત્રી અને બાદમાં દિવાળી દરમિયાન બજારોમાં ઊમટનારી ભીડ અને તહેવારોને પગલે એકબીજાને મળવાનું પ્રમાણ વધી ગયું છે. એથી કોરોનાના કેસમાં વધારો થવાનું અનુમાન પાલિકાને છે. હાલ મુંબઈમાં  કોરોનાના કુલ 5,017 કેસ છે. એની સામે સમગ્ર મુંબઈમાં 49 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે. સદનસીબે ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં હાલ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. એથી આ વિસ્તારો કન્ટેઇનટમેન્ટ ઝોન મુક્ત થઈ ગયા છે.

*લખીમપુર હિંસાઃ ચૂંટણીચક્રવ્યૂહના રચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહી આ વાત*

Join Our WhatsApp Channel

મુંબઈના 24 વૉર્ડમાંથી હાલ 14 વૉર્ડમાં બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે, એમાં સૌથી વધુ બિલ્ડિંગ K-વેસ્ટ વૉર્ડના અંધેરીમાં સીલ થયાં છે. અંધેરી (વેસ્ટ)માં 13 તો બીજા નંબરે D વૉર્ડ ગ્રાન્ટ રોડમાં 10 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે. F-સાઉથમાં 5, P-નૉર્થમાં 4, K-ઈસ્ટમાં 3, F-નૉર્થમાં 3, M-ઈસ્ટમાં 2, G-સાઉથમાં 2, E વૉર્ડમાં 2, T અને R-સાઉથ, M-વેસ્ટ, G-નૉર્થ અને A વૉર્ડમાં એક-એક બિલ્ડિંગ સીલ છે. આ સીલ ઇમારતોમાં 4,000 ફ્લૅટ છે, જેમાં 16,000 નાગરિકો રહે છે. 

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version