News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે જૂથના ( Shiv Sena UBT ) શિવસેના નેતા અનિલ પરબની ( Anil Parab ) સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. દાપોલીમાં સાઈ રિસોર્ટના મામલામાં ( PMLA case ) ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
આ જપ્ત કરાયેલી સંપત્તિમાં રત્નાગિરિમાં 42 એકર જમીન અને ત્યાં બનેલા સાઈ રિસોર્ટનો સમાવેશ થાય છે. EDએ આ કાર્યવાહી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની ફરિયાદના આધારે કરી છે.જોકે અનિલ પરબે આ કાર્યવાહી બાદ કહ્યું છે કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી અને જો કાર્યવાહી થશે તો હું કોર્ટમાં ફરિયાદ કરીશ.
આ સમાચાર પણ વાંચો : શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે દાપોલીમાં સાઈ રિસોર્ટ સંબંધિત કેસમાં ED દ્વારા અનિલ પરબની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય ઈડીએ સાઈ રિસોર્ટ કેસમાં પણ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા.