News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) મુંબઈ મહાનગરપાલિકાની(BMC) નવેસરથી બનાવવામાં આવેલા વોર્ડની રચનાને(formation of wards) રદ કરી નાખી છે, તેને કારણે ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) ટેન્શન વધી ગયું છે અને હવે આગળના રણનીતિ નક્કી કરવા તેમણે શિવસેનાના સભાસદોની(Shiv Sena members) તાત્કાલિક બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેના સામે બળવો કરી ભાજપ(BJP) સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી મુખ્યમંત્રી બની ગયેલા એકનાથ શિંદે સતત ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધારી રહ્યા છે. મહાવિકાસ આઘાડી સરકારે(Maha Vikas Aghadi Govt) લીધેલા અનેક નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધી મોકૂફ રાખવામાં આવેલા નિર્ણયોમાં કાંજુરમાર્ગ(Kanjurmarg) ખાતે મેટ્રો કારશેડ(Metro Carshed) બનાવવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટ નો નિર્ણય-બીએમસીના વધેલા વોર્ડને રદ કરવામાં આવ્યા અને દરેક વોર્ડની બાઉન્ડ્રી લાઈન સંદર્ભે આ નિર્ણય લેવાયો
શિંદે સરકારે એક મહિનો પૂરો થયા બાદ 3 ઓગસ્ટ, બુધવારના રોજ વધુ એક મોટો નિર્ણય બદલ્યો છે, જેમા ઠાકરે સરકારે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યા 227 થી વધારીને 236 કરી દીધી હતી, પરંતુ શિંદે-ફડણવીસ સરકારે આ નિર્ણય રદ કર્યો છે, જેનાથી શિવસેનાને સૌથી મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવે છે. આથી શિવસેનાના હોદ્દેદારોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.
શિંદે-ફડણવીસ સરકારના કેબિનેટ દ્વારા વોર્ડ રચનાને લઈને લેવાયેલા નિર્ણયથી ચોક્કસપણે મહાવિકાસ અઘાડીનું ટેન્શન વધી ગયું છે. ખાસ કરીને શિવસેનાનો માથાનો દુખાવો વધી જવાનો છે તેથી જ હવે શિવસેના સતર્ક થઈ ગઈ છે. આ નવા નિર્ણયની અસર મોટા શહેરોની મ્યુનિસિપલ ચૂંટણીઓ(Municipal elections) અને આગામી થોડા દિવસોમાં રાજ્યમાં થનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં(elections to local bodies) જોવા મળશે. ઘણા ક્ષેત્રોમાં રાજકીય ગણતરીઓ બદલાશે. આ કારણે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Elections) શિવસેનાને વધુ નુકસાન થઈ શકે છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના માટે પ્રતિષ્ઠાભરી બની રહી છે. કારણ કે શિવસેનાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેથી મુંબઈમાં સત્તા જાળવી રાખવી શિવસેના માટે મોટો પડકાર બની રહેશે. સૂત્રોએ માહિતી આપી છે કે આ કારણે શિવસેના સતર્ક થઈ ગઈ છે. આથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીના(Matoshree) નિવાસસ્થાને તાકીદની બેઠકનું આયોજન કર્યું હતું.