Site icon News Continuous Bureau | Mumbai

ભિવંડી તાલુકાના આ પ્રાચીન મંદિરના સુપરવાઈઝર તરીકે એક ખ્રિસ્તી વ્યક્તિની નિમણુંક! પત્ર સો.મીડિયા પર વાયરલ થતા થયો હોબાળો

appointment of christian person as supervisor on historic vajreshwari temple

ભિવંડી તાલુકાના આ પ્રાચીન મંદિરના સુપરવાઈઝર તરીકે એક ખ્રિસ્તી વ્યક્તિની નિમણુંક! પત્ર સો.મીડિયા પર વાયરલ થતા થયો હોબાળો..

 News Continuous Bureau | Mumbai

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ થાણે જિલ્લાના ભિવંડી તાલુકાના પ્રાચીન શ્રી વજ્રેશ્વરી યોગીનીદેવી સંસ્થાનના મુખ્ય સુપરવાઈઝર અને જનસંપર્ક અધિકારી તરીકે ખ્રિસ્તી વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે. શ્રી વજ્રેશ્વરી યોગીનીદેવી સંસ્થાનના પ્રમુખ તરફથી આ વ્યક્તિને આ અંગેનો સત્તાવાર પત્ર પણ મોકલવામાં આવ્યો છે.  આ વ્યક્તિને મંદિરની મુલાકાત લેતા દાતાઓ અને મહાનુભાવો, સરકારી અધિકારીઓ, કોર્ટની ફરજો નિભાવવા, મંદિરના મેદાનનું નિરીક્ષણ કરવા અને મંદિરના સંચાલકોને મદદ કરવાની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

હિન્દુઓમાં રોષ

આ પત્ર સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ ધાર્મિક હિંદુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, “શું એક પણ ચર્ચ કે મસ્જિદના સંચાલક તરીકે કોઈ હિંદુ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે છે?”

શ્રી વજ્રેશ્વરી મંદિરનું મહત્વ!

મહત્વનું છે કે શ્રી વજ્રેશ્વરી દેવીનું મંદિર એક અદ્ભુત સ્થાપત્યનો નમૂનો છે. વજ્રેશ્વરી તેના ગરમ ઝરણા માટે પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર સરકારે આ મંદિરને ‘ધાર્મિક પ્રવાસન સ્થળ’નો દરજ્જો આપ્યો છે અને મંદિર અને તેના પરિસરનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવશે. નાથ સંપ્રદાયની મધ્યકાલીન સંસ્કૃતિમાં શ્રી વજ્રેશ્વરી મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. વજ્રેશ્વરીદેવીનું જૂનું મંદિર અહીંના જંગકાટી ગામમાં હતું. ઐતિહાસિક સંદર્ભો સૂચવે છે કે વર્તમાન મંદિર ચીમાજી અપ્પાએ બંધાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય
Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version