ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં ફરી કોરોનાએ દેખા દીધાં છે.. કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં, BMC એ દક્ષિણ મુંબઈની આશરે 2,460 બિલ્ડિંગોને સીલ કરી દીધી છે. સોબો (South Bombay) ના નામથી ઓળખાતા પોશ વિસ્તારોમાં લગભગ 355 બિલ્ડિંગો – નેપિયન સી રોડ, મલબાર હિલ્સ, વાલ્કેશ્વર, મરીન ડ્રાઇવ અને ગ્રાન્ટ રોડનિનો સમાવેશ થાય છે. અહીં છેલ્લા બે મહિનામાં કોવિડ -19 કેસોમાં તીવ્ર વધારો થયો છે..
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં અનલોક થયા બાદ દર અઠવાડિયે, દક્ષિણ મુંબઈના વોર્ડમાં, મકાનો સીલ કરવામાં 5 -10 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક રહેવાસીઓ અને લોકપ્રતિનિધિઓને આ ચેપ તેમના ઘરેલુ સહાય – ઘરની સંભાળ રાખતાં નોકર, નોકરાણી, રસોઈયા, ડ્રાઈવરો દ્વારા લાગી રહ્યો છે. કારણકે તેઓ વિવિધ ઘરોમાં કામ કરતાં હોવાથી વધુ લોકોના સંપર્કમાં આવતાં હોય છે જે મોટું કારણ છે.
એક નાગરિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે અઠવાડિયામાં 30 થી વધુ લોકો કોરોના પોઝિટીવ જોવા મળ્યા હતા.. ઘણી સોબો ઇમારતોમાં સપ્ટેમ્બર સુધી ઘરેલું સહાય અને ડ્રાઇવરોને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યાં સુધી વાયરસ કાબુમાં હતો . જ્યારે બીએમસીના બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, બીએમસી પાસે ઇમારતોને સીલ કરવાની સત્તા છે, પરંતુ ઘરેલું મદદ અને ડ્રાઈવરોને મંજૂરી આપવી કે નહીં તેનો આધાર સોસાયટીના હોદ્દેદારો પર છે. “છેલ્લા ત્રણ મહિનામાં, બીએમસીએ ત્રણ વખત ઇમારતો સીલ કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. રહેવાસીઓ પણ એસઓપી વિશે મૂંઝવણમાં છે, એવી રાવ સ્થાનિક કર્પોરેટરે કરી હતી..