ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021.
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપના નોમિનેટેડ સભ્ય ભાલચંદ્ર શિરસાટની સ્થાયી સમિતિના સભ્ય પદ પર થયેલી નિમણૂકને લઈને હાઈ કોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં મુંબઈ મનપા હારી ગઈ છે. કોર્ટે ભાલચંદ્રનું સભ્યપદ કાયમ રાખ્યું છે. જોકે આ લડત લડવા પાછળ પાલિકાને લગભગ એક કરોડ 40 લાખ રૂપિયાનો ફટકો પડયો હોવાનું રાઈટ ટુ ઈન્ફોમેશન એક્ટમાં બહાર આવ્યું છે.
RTI એક્ટિવિસ્ટ અનિલ ગલગલીના કહેવા મુજબ પાલિકા પાસેથી આ કેસ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગત માગવામાં આવી હતી. તે મુજબ સુપ્રીમ કોર્ટમાં આ કેસ પાછળ પાલિકાએ 27.38 લાખ રૂપિય ખર્ચી નાખ્યા હતા. દેશના નામાંકિત કાઉન્સિલ એડવોકેટ મુકુલ રોહિતગીને 17.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તો 6.50 લાખ રૂપિયા કોન્ફરન્સ અને બે સુનાવણી માટે 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો એડવોકેટ ધ્રુવ મહેતાને 5.50 લાખ, સુકુમારનને ડ્રાફ્ટ કોન્ફરન્સ તેમ જ અરજી દાખલ કરવા માટે એક લાખ રૂપિયા તેમ જ વધુ એક કોન્ફરન્સ અને સુનાવણી માટે 2.26 લાખ આપવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ અને કોન્ફરન્સ માટે 1.10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
હાઈ કોર્ટમાં આ કેસ પાછળ પાલિકાને 76.60 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. નવ વખત હાજર રહેવા માટે કાઉન્સિલ જોએલ કાર્લોસને 3.80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ડ્રાફિટંગ અને કાઉન્સિલ માટે ચિનોયને 7.50 લાથ રૂપિયા તો કાઉન્સિલ એ.વાય સાખરેને 40 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. એ સિવાય કાઉન્સિલ એ.વાય સાખરેને છ વખત સુનાવણી માટે 14.50 લાખ કૂપિયા આપવામાં આવ્યા હતા. કાઉન્સિલ ચિનોયને 7 વખત સુનાવણી માટે હાઈ કોટર્માં પાલિકા તરફથી લડવા માટે પ્રત્યેક સુનાવણી માટે 7.50 લાખ રૂપિયાના હિસાહે 7.50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કાઉન્સિલ આર.એમ.કદમને એક સુનાવણી માટે પાંચ લાખ રૂ પિયા આપવામાં આવ્યા હતા.