ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં શુક્રવારે નવા દર્દીઓની સંખ્યામાં પાછલા દિવસોની સરખામણીએ ઘટાડો થયો છે. રાહત આપનારી વાત એ છે કે નવા દર્દીઓની સંખ્યા કરતા કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા વધારે છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5,008 નવા કોરોના કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,028,715 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,488 થઈ ગયો છે. આ દરમિયાન 12,913 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 9,95,338 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને 97 ટકા થયું છે.
મુંબઈમાં ગુરુવારે 50,032 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5,008 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 420 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 4,207 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 801 બેડમાંથી માત્ર 4,571 બેડ નો ઉપયોગ થયો છે. શહેરમાં 29 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 14,178 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 93 દિવસ થયો છે.