પાણીની નીચેથી જોવા મળશે મગર! ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં અંડરવોટર ક્રોકોડાઈલ વ્યુઈંગ ગેલેરી આ મહિનાથી ખુલ્લી મુકાશે..

વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન માં બની રહેલી અંડરવોટર વ્યૂઇંગ ગેલેરી ત્રીજા સપ્તાહથી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

by Dr. Mayur Parikh
Asia’s first underwater crocodile viewing gallery being built in Byculla Zoo

વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય, જે ભાયખલા પ્રાણી સંગ્રહાલય તરીકે પ્રખ્યાત છે. આ પ્રાણી સંગ્રહાલય મુંબઇગરાઓ માટે મનોરંજનનું સૌથી મહત્વનું સ્થળ છે. અન્ય પશુ-પક્ષીઓની જેમ હવે નાગરિકોને મગર અને ઘરીયલને જોવાનો આનંદ માણી શકશે.

મહત્વનું છે કે હાલમાં અહીં પાંચ મગર અને બે ઘરિયલ છે. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ નોંધ્યું છે કે મુલાકાતીઓ મગર અને ઘરિયલને જોવામાં ઘણો સમય વિતાવે છે. આથી BMCએ સરિસૃપની સંખ્યામાં વધારો કરવાનો અને 4,200 ચોરસ મીટર વિસ્તારમાં એક અલગ અંડરવોટર વ્યૂઇંગ ગેલેરી બનાવવાનો નિર્ણય લીધો છે.

વ્યુઈંગ ગેલેરીના નિર્માણ માટે 20 કરોડ.

BMCએ વ્યુઈંગ ગેલેરીના નિર્માણ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પ્રથમ વ્યુઈંગ ગેલેરીમાં એલિવેટેડ પ્લેટફોર્મ હશે જેના દ્વારા મુલાકાતીઓ સરિસૃપને જોઈ શકશે. તેમાં પારદર્શક કાચની બારી દ્વારા સરિસૃપના પાણીની અંદરના દ્રશ્યો જોવા માટે બીજી વ્યૂઇંગ ગેલેરી પણ હશે. પાણીને સ્વચ્છ રાખવા માટે ઓઝોનેશન ફિલ્ટર લગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં રાહુલ ગાંધીના ફોટોગ્રાફને જોડા મારવામાં આવ્યા. અજિત પવારે ઘટનાની નિંદા કરી.

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ખોલવામાં આવશે

અંડરવોટર રેપ્ટાઈલ વ્યુઈંગ ગેલેરીનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે અને એપ્રિલના ત્રીજા સપ્તાહથી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. સાથે જ તેમાં ટૂંક સમયમાં મગર અને ઘરિયલનો ઉમેરો થશે. તેમાં 10 મગર અને 10 ઘરિયલ હશે. આ વ્યૂઇંગ ગેલેરીને બે ભાગમાં વહેંચવામાં આવશે. પ્રવાસીઓ ઉપરથી નજારો માણી શકે તે માટે એલિવેટેડ પ્લેટફોર્મ હશે. ત્યારે જમીનના સ્તરથી થોડી નીચે બીજી વ્યૂઇંગ ગેલેરી પણ હશે જેથી પ્રવાસીઓ પાણીની અંદર બેઠેલા પ્રાણીઓને જોવાનો આનંદ માણી શકે.

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો રાણીબાગ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આથી જ મહાનગરપાલિકા દ્વારા રાણીબાગનું કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે. અહીં વાઘ, હરણ, રીંછ, હાથી, અજગર, પક્ષીઓ વગેરેની સાથે છોડની સેંકડો પ્રજાતિઓ છે.

Join Our WhatsApp Community

You may also like