News Continuous Bureau | Mumbai.
વૈશ્વિક મહામારી કોરોના(covid pandemic)ની શરૂઆતમાં ‘ગો કોરોના ગો’(go corona go)થી લોકોનું દિલ જીતનારા કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athwale)ક્યારેક કવિતાઓ, ક્યારેક હાસ્યાસ્પદ નિવેદનો, ક્યારેક કોઈને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપવા જેવા અનેક કારણોસર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ત્યારે હવે તે આવા જ એક કારણસર તેઓ ચર્ચામાં આવ્યા છે. રામદાસ આઠવલેએ કહ્યું છે કે માતૃ દિવસ(mothers day)ની જેમ જ પત્ની દિવસ(wife day)ની ઉજવણી કરવી જોઈએ.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મહારાષ્ટ્ર(Maharashtra)ના સાંગલીમાં એક કાર્યક્રમને સંબોધતા મંત્રીએ કહ્યું કે, વિશ્વ માતૃ દિવસની ઉજવણી(Mothers day celebration) એ એક સારો વિચાર છે. માતા(Mother)નો ઉપકાર કદી ન ભૂલી શકાય તેવો છે. સ્ત્રીત્વના અનેક સ્વરૂપો છે. માતૃત્વને વિશ્વભરમાં આદર આપવામાં આવે છે. સ્ત્રી શક્તિનું પ્રતીક છે. સ્ત્રીના માતા, બહેન, પત્ની જેવા અનેક રૂપ છે. આઠવલેએ કહ્યું કે, મધર્સ ડેની જેમ વાઈફ ડે(wife day) પણ ઊજવવો જોઈએ. માતા જન્મ આપે છે, ઉછેરે છે અને પાલનપોષણ કરે છે. એવી જ રીતે પત્ની પુરુષનો સાથ આપે છે. સફળ પુરુષો પાછળ સ્ત્રીનું પીઠબળ હોય છે. તેથી માતૃ દિવસની જેમ પત્ની દિવસની ઉજવણી કરીને પત્નીનું સન્માન કરવું જોઈએ, એમ તેમણે સૂચન કર્યું હતું.
સાંગલી(Sangli)માં રાજમતી નાલગોંડા પાટીલ ગર્લ્સ કોલેજ(Rajmati Nalgonda Patil Girls College)માં આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ(International Mothers day) નિમિત્તે રામદાસ આઠવલે દ્વારા રાજમાતા જીજાઉ મોડલ મધર એવોર્ડ 2022 ( Rajmata Jijau Model Mother Award)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે આ વાત કરી હતી.