News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં ઓટોમોબાઈલ(Automobile) સીએનજી ગેસના(CNG gas) ભાવમાં કિલો દીઠ ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લી. (Mahanagr gas Ltd)ના શહેરના ડીસ્ટ્રીબ્યુટરોએ નેચરલ ગેસના પુરવઠાની કિંમતમાં ૧૧૦ ટકાનો વધારો થયો હોવાનું કારણ આગળ ધરીને આ ભાવ વધારો કર્યો છે. જેને કારણે હવે રીક્ષા ચાલકોને(Rickshaw drivers) વધુ પૈસા ખર્ચ કરવા પડશે. આ ભાવ વધારો અમલમાં આવ્યા બાદ હવે રીક્ષા યુનિયને દાવો કર્યો છે કે વધતી મોંઘવારી અને હાલના ભાવ વધારાને કારણે સરકારે રીક્ષા ના ન્યૂનતમ દરમાં વધારો કરવો જોઈએ. આ માટે યુનિયને રૂપિયા 2 નો વધારો માંગ્યો છે. આવનાર દિવસોમાં આ સંદર્ભે સરકાર પાસે માંગણી મુકીને ભાવ વધારો અમલી બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આમ મુંબઈ વાસી ના માથે વધુ એક ભાવ વધારા નું સંકટ તોળાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલી સ્ટેશનની બહાર કાયદાની ઐસી કી તૈસી. દિવસ-રાત ફેરિયાઓનો અડ્ડો. જુઓ ફોટા… શું કરે છે મહાનગરપાલિકા?