211
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પહેલાથી મોંધવારીમાં પીસાઈ રહેલા સામાન્ય મુંબઈગરાના ખિસ્સાને હજી ફટકો પડી શકે છે. મુંબઈના ઓટો અને ટેક્સીવાળાએ બેથી પાંચ રૂપિયાનો સુધીનો ભાડા વધારો માંગ્યો છે.
ઈંધણના દરમાં વધારાની સાથે સીએનજીના દરમાં પણ વધારો થયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં સીએનજીના ભાવ કિલોએ 67 રૂપિયા થઈ ગયા છે અને પાઈપ લાઈનના કુકિંગ ગેસના 42 રૂપિયા થઈ ગયા છે. તેથી સીએનજી પણ ચાલતી ટેક્સી અને રિક્ષાવાળાને પણ તેની અસર થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની તમામ સ્કૂલના નામના બોર્ડને લઈને BMC એ લીધો આ નિર્ણય, તમામ શાળાઓ માટે તેનું અમલીકરણ રહેશે ફરજિયાત.. જાણો વિગતે
પહેલાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં જંગી વધારો થયો છે અને હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટો અને રિક્ષાવાળાને તેનો મોટો ફટકો પડ્યો છે. તેથી ફરી તેઓએ ભાડામાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો કરવાની માગણી કરી હોવાનો યુનિયનના સભ્યએ કહ્યું હતું.
You Might Be Interested In